Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીનો મોર્ફ્ડ ફોટો FB પર શેર કરાનાર 5 વર્ષે ઝડપાયો, રાજદ્રોહનો ગુનો નોંધાયો

PM મોદીનો મોર્ફ્ડ ફોટો FB પર શેર કરાનાર 5 વર્ષે ઝડપાયો, રાજદ્રોહનો ગુનો નોંધાયો

0
3996

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફેસબુક પર અભદ્ર પોસ્ટ કરનારા યુવકની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી પર રાષ્ટ્રદોહની કલમ 124-એ પણ લગાવવામાં આવી છે. એસપી રૂરલે જણાવ્યુ કે ફહીમ અજીજ પર પહેલા પણ આર્મ્સ એક્ટ, ગુંડા એક્ટ, કલમ 302, કલમ 354 સહિત પાંચ કેસ દર્જ છે.મહત્વપૂર્ણ છે કે પાંચ વર્ષ પહેલા ફહીમે ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોર્ફ્ડ તસવીર શેર કરી હતી.

એસપી રૂરલ અવિનાશ પાંડે જણાવ્યુ કે ફહીમ અજીજ સિદ્દીકી મેરઠના ઇંચૌલી વિસ્તારમાં રહે છે. ફહીમ અજીજે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી વડાપ્રધાન અંગે અભદ્ર પોસ્ટ શેર કરી હતી. ફહીમે આ પોસ્ટને વાયરલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ યુવક વિરૂદ્ધ બીજેપી કિસાન મોર્ચાના વેસ્ટ યૂપીના મીડિયા પ્રભારી પંકજ ભારદ્વાજે ફરિયાદ કરી હતી. ફરિયાદ સાથે પંકજે ફહીમના સોશિયલ મીડિયા પોસ્ટના સ્ક્રીનશોટ્સ પણ આપ્યા હતા.

ફહીમે પોતાની પોસ્ટમાં પીએમ મોદી માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ગુરૂવારે ઇંચોલી પોલીસે સૂચનાના આધારે આરોપીની ધરપકડ કરી હતી, તેની વિરૂદ્ધ દેશદ્રોહ અને કલમ 4159, કલમ 124 ક અને કલમ 67 આઇટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફહીમ અજીજ પર પહેલા પણ આર્મ્સ એક્ટ, ગુંડા એક્ટ, કલમ 302, કલમ 354 સહિત પાંચ કેસ દાખલ છે, તેની પાસેથી એક તમંચો અને એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેના ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ ડિલેટ કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં 30 જુલાઇએ ભાજપની કોર ગ્રુપની બેઠક, પીએમ મોદી અને શાહ રહેશે હાજર