Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના અંગે PM મોદીએ આપ્યો આ મંત્રઃ ‘ જબ તક દવાઇ નહીં, તબ તક…..’

કોરોના અંગે PM મોદીએ આપ્યો આ મંત્રઃ ‘ જબ તક દવાઇ નહીં, તબ તક…..’

0
79
  • દેશવાસીઓને કોરોના મામલે બેદરકારી નહીં રાખવા PMની અપીલ
  • કોરોનાની રસી નહીં શોધાય ત્યાં લોકો સતર્કતા રાખેઃ વડાપ્રધાન

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના સમગ્ર વિશ્વની તુલનાએ ઝડપથી વધી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આનાથી બચવા માટે એક મંત્ર આપ્યો છે. PMએ લોકોને બેદરકારી રાખવા સામે સમજવવાની કોશીશ કરતા આ મંત્ર આપ્યો છે.

તેમણે શનિવારે મધ્યપ્રદેશના 1200 ગામોમાં નિર્માણ પામતા 1.75 લાખ આવાસનું ઓનલાઇન લોકાર્પણ કર્યું હતું. ત્યારે લોકોને સંબોધતા તેમણે કોરોના વાઇરસની રસી શોધાય ત્યાં સુધી સતર્કતા રાખવાની અપીલ કરતા જણાવ્યું કે,

” જબ તક દવાઇ નહીં, તબ તક ઢિલાઇ(લાપરવાહી) નહીં. દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરુરી.”

આ પણ વાંચોઃ દેશી વેક્સીન Covaxin એ કરી કમાલ, વાંદરાઓના શરીરમાંથી કોરોના ભગાડ્યો

દરેક બેઘરને ધર આપવાનું વચન

વડાપ્રધાને દેશના દરેક બેઘરને ઘર આપવાનું વચન આપતા જણાવ્યું કે,

” સામાન્ય રીતે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ એક ઘર બનાવવા માટે સરેરાશ 125 દિવસ લાગે છે. પરંતુ પ્રવાસી મજૂરો શહેરોમાંથી પોતાના ગામમાં આવી ગયા હોવાથી ગૃહ નિર્માણમાં માત્ર 45થી 60 દિવસનો સમય લાગ્યો છે. તેમણે કહ્યું કે આફતને અવસરમાં બદલવાનો આ બહુ જ શ્રેષ્ઠ ઉદાહરણ છે.”

“આજનો દિવસ કરોડો દેશવાસીઓના એ વિશ્વાસને મજબૂત કરે છે કે સાચી દાનતથી બનાવવામાં આવેલી સરકારી યોજનાઓ સાકાર પણ થાય છે અને લાભાર્થી સુધી પહોંચે પણ છે.”

તેમણે જણાવ્યું કે જે સાથીઓને આજે પોતાનું ઘર મળ્યું છે, તેમના સંતોષ અને આત્મવિશ્વાસને હું અનુભવી શકું છું. હું બધા સાથીઓને જ એજ કહીશ કે આ ઘર તમારા શ્રેષ્ઠ ભવિષ્યનો નવો આધાર છે. અહીંથી તમે પોતાના નવા જીવનની નવી શરૂઆત કરો. તમે આગળ વધશો તો જ દેશ આગળ વધશે.

બધાનું ઘરનું સપનુ સાકાર થશેઃ PM

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે,

“દેશના દરેક બેઘરને પાકુ ઘર આપવાની દિશામાં આ એક મોટું પગલું છે. આજનો આ કાર્યક્રમ બધા સાથીઓને એક વિશ્વાસ આપનાકી પળ છે. જેમની પાસે અત્યાર સુધી ઘર નથી, એક દિવસ તેમનું પણ ઘર બનશે, તેમનું સપનુ પણ સાકાર થશે.”

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાનો આતંક, કુલ આંક 46 લાખને વટાવતા નવા કેસ 97 હજારને પાર