Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM Modi Birthday: V to V સુધીની સફરનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન

PM Modi Birthday: V to V સુધીની સફરનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન

0
123

PM Modi Birthday- ભૂંયગદેવ સ્થિત સાધના વિનય મંદિરમાં કરાઇ ઉજવણી

  • વાલીએ 5 કિલોની કેક બનાવીને આત્મનિર્ભરતાના દર્શન કરાવ્યા

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ (PM Modi Birthday) છે. આ જન્મદિવસ નિમિત્તે ભાજપ પક્ષ સહિત તેમના ચાહકોએ જુદી જુદી રીતે ઉજવણી કરી છે. તે જ રીતે શહેરના ભૂંયગદેવ સ્થિત સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના સ્ટાફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની V To V વડનગરથી વડાપ્રધાન સુધીની સફર દર્શાવતું પ્રદર્શન કર્યું હતું. ત્યાં સુધી કે વડાપ્રધાનની બર્થ ડે (PM Modi Birthday)ની 5 કિલોની કેક પણ કાપવામાં આવી હતી. આ કેક વાલી જોડે બનાવડાવીને આત્મનિર્ભરતાના દર્શન કરાવ્યા હતા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ પુર્ણ કરીને 71માં વર્ષમાં (PM Modi Birthday) પ્રવેશ કર્યો છે. ગુજરાતનું ગૌરવ હોવાથી સોલા રોડ પર આવેલી સાધના વિનય મંદિરના શિક્ષકોના માર્ગદર્શન મુજબ ધો.1થી 12ના વિદ્યાર્થીઓએ ઘરે બેઠાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તથા દેશના વડાપ્રધાન તરીકે કરેલી કામગીરી, તેમની સિદ્ધિઓ ઉપરાંત તેમના જન્મથી લઇને 70 વર્ષ સુધી વિવિધ વર્ષો દરમિયાન કરેલા કાર્યોની ઝાંખી આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. આ માટે છેલ્લાં 15-20 દિવસથી વિદ્યાર્થીઓ ઘરે તૈયારી કરતાં હતા. આ પ્રદર્શન ઊભું કરવામાં 50થી વધુ વિદ્યાર્થીઓ તથા 25થી 30 શિક્ષકોનું યોગદાન રહ્યું હતું. શિક્ષકોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ ઘરે બેઠાં અને સ્ટાફના કર્મચારીઓએ એકત્રિત કરેલી માહિતી આધારિત ચાર્ટ, ચિત્રો અને બેનરોનું પ્રદર્શન રાખ્યું હતું.

આ પણ વાંચો: કમલમ ખાતે PM મોદીના જીવન ઝાંખી કરાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું

આ અંગે સ્કૂલના ટ્રસ્ટી પંકજ પટેલે કહ્યું હતું કે, ગુજરાતના વડનગર જેવા નાનકડાં ગામડાંથી વડાપ્રધાન સુધીની નરેન્દ્ર મોદીએ મંઝલ કાપી છે. ચા વેચવાથી માંડીને વડાપ્રધાન સુધી પહોંચવામાં તેમણે કરેલા સંઘર્ષ વગેરે બાબતોને ધ્યાનમાં લઇને આ પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું છે. મોદીજીના સંઘર્ષમયી જીવન વિદ્યાર્થીઓને પ્રેરણા તથા પ્રોત્સાહન પુરું પાડે છે. એટલું જ નહીં પરંતુ ચા વેચનારી વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે છે તેવી આપણી લોકશાહીથી પણ વિદ્યાર્થીઓ વાકેફ થાય તે પણ એક હેતુ છે. આ કાર્યક્રમમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ તેમ જ કોર્પોરેટર જતીન પટેલે હાજરી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર લાઇવ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે બેઠાં સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પણ વાંચો: Narendra Modi Birthday : 70માં જન્મદિને રાહુલ ગાંધી, રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

જયારે સાધના વિનય મંદિરના ડાયરેકટર કૌશલ શાહે જણાવ્યું કે, દેશભક્તિથી દિલ્હી સુધી, આફતને અવસરમાં પલ્ટી દેનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહામારીને મહાસત્તા સુધી લઇ જશે. વિદ્યાર્થીઓ દેશના વડાપ્રધાન મોદીજીની જીવનગાથાથી પરિચિત થાય તે આ ઉજવણીનો મુખ્ય હેતુ છે. કોરોનાની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન થાય તે હેતુથી જ વિદ્યાર્થીઓને ઘરે બેઠાં આ કામગીરી સોંપવામાં આવી હતી. જોવું અને જાતે કરવું તેમાં ઘણો ફરક છે. માટે જ વિદ્યાર્થીઓને આ તૈયારીમાં સાથે રાખવામાં આવ્યા હતા. તેનાથી તેમનામાં રસ, રૂચિ, જાણકારી તથા જાગ્રુકતા કેળવાશે. (PM Modi Birthday)