Gujarat Exclusive > દેશ-વિદેશ > PMના જન્મદિને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ કેમ ટ્રેન્ડ કરી રહ્યો છે?

PMના જન્મદિને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ કેમ ટ્રેન્ડ કરી રહ્યો છે?

0
97

બેરોજગારીના (unemployment Day) મુદ્દે પકોડા વેચી NSUIનો વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: 17 સપ્ટેમ્બર એટલે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ (PM Narendra Modi Birthday) છે. ભાજપથી લઇને રાજકીય પાર્ટીના નેતાઓ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે, સોશિયલ મીડિયા પર PM મોદીના ચાહક #Modiji, #PrimeMinister #HappyBdayNaMo, #NarendraModiBirthday જેવા હેશટેગ સાથે PM મોદીને બર્થ ડે વિશ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ #NationalUnemploymentDay #राष्ट्रीय_बेरोजगार_दिवस #rashtriya_berojgar_diwas પણ ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. પરંતુ પીએમના જન્મદિવસે બેરોજગાર દિવસ કેમ ટ્રેન્ડ કરી રહ્યો છે?

હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં વિદ્યાર્થીઓ નોકરી, પરીક્ષા, અટકાયેલી ભરતીઓને જલદી ભરવાની માંગ અને વધી રહેલી બેરોજગારીને લઇને સરકાર વિરુદ્ધ હુમલાવર છે. તેઓ સોશિયલ મીડિયાથી લઇને યૂટ્યૂબ પર PM મોદી અને ભાજપના વીડિયો પર ડિસ્લાઇક બટન દબાવી રહ્યા છે. જેનું પરિણામ એ છે કે PMના જન્મદિવસ પર #राष्ट्रीय_बेरोजगार_दिवस ટ્રેન્ડ થઇ રહ્યો છે. આ હૈશટેગ સાથે ટ્વીટ કરી લોકો મોદીને પ્રશ્ન કરી રહ્યા છે કે, ‘રોજગાર ક્યાં છે?’

એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસોથી #9Bje9minuteindia, #5bje5minutes, #StopPrivatisation_SaveGovtJob જેવા હૈશટેગ ટ્રેન્ડ કરાવી દેશના યૂથ નોકરી નહીં મળતા પોતાની નારાજગી નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો: PM મોદીનો 70મો જન્મદિવસ, દેશમાં 3.60 કરોડ યુવાનો બેરોજગાર : CMIE

બેરોજગારીના મુદ્દે પકોડા વેચી NSUIનો વિરોધ પ્રદર્શન

PM મોદીને ઘેરવા માટે કોંગ્રેસ પણ બેરોજગાર દિવસ અભિયાનમાં આક્રમક રીતે ભાગ લઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આજે બેરોજગારી દિવસ મનાવવાની જાહેરાત કરી છે. જ્યારે દેશના કેટલાક શહેરોમાં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ બેરોજગારીના મુદ્દે પકોડા વેચી વિરોધ નોંધાવી રહ્યા છે.

લખનઉમાં ‘રોટી દો-રોજગાર દો’ના પોસ્ટર

ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉમાં ઠેર-ઠેર ‘રોટી દો-રોજગાર દો’ના પોસ્ટર લાગ્યા છે. હિન્દુ આર્મી ચીફ મનીષ યાદવે આ પોસ્ટર લગાવડાવ્યા છે.

આ પણ વાંચો: PM Modi 2000ની નોટના પક્ષમાં નહતા, નિર્ણય બધાનો હતોઃ નૃપેન્દ્ર મિશ્ર

રોજગારની સ્થિતિ કથળી

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના તાજા આંકડા મુજબ ભારતની શહેરી બેરોજગારી દર 8.32 ટકા પર જતી રહી છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા પણ ખાડામાં પડી ગઇ છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં દેશની જીડીપીમાં 23 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે છેલ્લા ઘણાં વર્ષોમાં સૌથી મોટો ઘટાડો છે. દેશમાં જોબ ક્રિએશનની વાત કરીએ તો ગત નાણાકિય વર્ષમાં 1.70 લાખ નોકરીઓનું સર્જન થયું છે.

પરંતુ તેમાં કોઇ સંદેહ નથી કે દર વર્ષે 2 કરોડ નોકરીઓનું સર્જન થવાના સ્વપ્ન જોનારા દેશના ભણેલા-ગણેલા યુવાન આડા-અવડા દિવસે થાળીઓ, ઘંટીઓ, દિવાઓ અને મશાલ સળગાવી સરકાર સામે પ્રશ્ન પૂછવાની જગ્યાએ પોતાનો સમર્થન આપી રહ્યા છે. જાણે કે તેમને આમ કરવાથી રોજગાર મળી જશે. હકીકતમાં તેમનામાંથી પ્રશ્ન કરવાની સમજ જ છિનવી લેવામાં આવી છે. જોકે ભૂલે-ચૂકે કોઇ પ્રશ્ન કરી લે તો તે દેશ વિરોધી પ્રશ્ન કર્યું હોય તેવું તેની સાથે વર્તન થતું હોય છે જે આપણે ટ્વિટર પર જોઇ શકીએ છીએ.