Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીના જન્મદિવસની આજથી ઉજવણીનો પ્રારંભ, અમદાવાદમાં તમામ વોર્ડમાં વૃક્ષારોપણ કરાયું

PM મોદીના જન્મદિવસની આજથી ઉજવણીનો પ્રારંભ, અમદાવાદમાં તમામ વોર્ડમાં વૃક્ષારોપણ કરાયું

0
116
  • PM મોદીનો 17મી સપ્ટેમ્બરે 70મો જન્મદિવસ (PM Modi Birthday)

  • 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન ‘સેવા સપ્તાહ’ ની ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવશે

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર 2020ના રોજ જન્મદિવસ (PM Modi Birthday)છે. 70મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ‘સેવા સપ્તાહ’ ની ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે જ આજે 14 સપ્ટેમ્બરે પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો, મંત્રીઓ, ભાજપા અગ્રણીઓ તેમજ જિલ્લા અને મહાનગરોમાં સ્થાનિક ભાજપ પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્ય, ગરીબોને અનાજ વિતરણ, દર્દીઓને ફળ વિતરણ, દિવ્યાંગજનોને સહાય સહિતના વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા.

જ્યારે અમદાવાદમાં તમામ વોર્ડમાં વૃક્ષારોપણના કાર્યક્રમોથી સેવા સપ્તાહની શરૂઆત થઈ છે વૃક્ષારોપણ થકી આવનારા સમયમાં પર્યાવરણની જાળવણીના સંદર્ભે “સિંગલ યુઝ પ્લાસ્ટિક”નો બહિષ્કાર જેવા સકારાત્મક સંદેશ દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવાનો નમ્ર પ્રયાસ ભાજપા દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસે 70 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 70 આંક મુજબ જ કાર્યક્રમો થશે

પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને શહેર અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નિકોલ, ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ ડો. હર્ષદ પટેલ ગોતા-નવા વાડજ ખાતે તેમજ ભાજપના ધારાસભ્યો પોતાની વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

આવતીકાલે સેવા સપ્તાહ નિમિત્તે મહાનગરના તમામ વોર્ડમાં નિ:શુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવશે જેમાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહીને સેવા સપ્તાહના સેવાયજ્ઞને આગળ ધપાવશે.

ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ દ્વારા વડોદરા ખાતે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં સ્વચ્છતા કાર્ય કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ દ્વારા આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવવામાં આવ્યો તેમજ પેટલાદ ખાતે ‘કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા સ્થાનિક જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 1 માસમાં 11 ના મોત, સુવિધાના અભાવે દર્દીની હાલત કફોડી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi Birthday)ની ઉજવણી સેવા અને જનજાગૃતિના કાર્ય સાથે કરવા 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લા-મહાનગર-મંડલમાં ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગે, પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિનું કાર્ય કરવામાં આવશે. PM Modi Birthday