Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીને દબાણને વશ થઇ છેવટે 5 ભારતીય નાગરિકોને મુક્ત કર્યા

ચીને દબાણને વશ થઇ છેવટે 5 ભારતીય નાગરિકોને મુક્ત કર્યા

0
40
  • ચીનની આર્મીએ 4 સપ્ટેમ્બરે 5 ભારતીયોનું અપહરણ કર્યું હતું

  • 7 પોર્ટરમાંથી 2 બચી ગયા હતા, તેમણે ઘટનાને પર્દાફાશ કર્યો હતો

નવી દિલ્હી: ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA)એ અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માંથી ગુમ થયેલા પાંચ ભારતીય યુવકોને મુક્ત કરી દીધા છે. તોચ સિંગકમ, પ્રસાત રિંગલિંગ, ડોંગ્યૂ ઇબિયા, તનુ બાકર અને નગારૂ ડિરીનું PLAએ 4 સપ્ટેબરે અપહરણ કર્યું હતું. ભારતીય સેનાના નિવેદન મુજબ બધી ઔપચારિકતા પૂરી કર્યા પછી તમામ લોકોને કિબિતુમાં રિસીવ કરવામાં આવ્યા હતા. પરત ફરેલા લોકોનો કોરોના વાયરસ પ્રોટોકોલ હેઠળ 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને ત્યાર પછી જ તેમને પરિવારને સુપરત કરાશે.

PLAએ મંગળવારે જણાવ્યું હતુ કે ભારત-ચીન સરહદ પરથી ચાર સપ્ટેમ્બર ગુમ થયેલા પાંચ યુવક તેને સરહદના પેલી પાર મળ્યા હતા. યુવક મામલાના અને રમત રાજ્ય મંત્રી અને અરુણાચલ (Arunachal Pradesh)ના સાંસદ કિરન રિજિજૂએ એક ટ્વિટ કરીને જણાવ્યું કે ભારતીય સેના દ્વારા હોટલાઇન પર મોકલેલા સંદેશમાં PLAએ સ્વીકાર્યુ કે અરુણાચલ પ્રદેશના પાંય ગુમ થયેલા યુવક ચીનમાં છે.

ચીને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને ભારતીયોને પરત કર્યા. પહેલાં તે આ લોકોની માહિતી હોવાનો જ ઇનકાર કરી રહ્યું હતું.

આ પણ વાંચો: દેશી વેક્સીન Covaxin એ કરી કમાલ, વાંદરાઓના શરીરમાંથી કોરોના ભગાડ્યો

ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અપર સુબંસિરીના નાચો વિસ્તારના રહેવાસી પાંચ યુવકોનું ચીની સૈનિકોએ અપહરણ કર્યું હતુ. ભારતીય સેના માટે પોર્ટર અને ગાઇડનું કામ કરનાર આ યુવકો જંગલમાં શિકાર માટે ગયા હતા. ત્યારે જ તેમનું અપહરણ કરી લેવાયું હતું. આ જૂથના પાંચ યુવકોને ચીની સૈનિકોએ બળજબરીથી તેમની સાથે લઇ ગયા હતા જ્યારે બે યુવક બચીને તેમના ગામે પરત ફર્યા હતા. આ બંનેએ જ ગુમ થયેલા યુવકોના ઘરે સૂચના આપી હતી.

નોંધનીય છે કે ભારતે હંમેશા ચીનને આ મામલે સહકાર આપ્યો છે. તાજેતરમાં ભારતે બોર્ડર ક્રોસ કરીને આવી ગયેલી ચીની યૉક ભારતે તેને પરત કરી હતી.

આ પણ વાંચો: દેશમાં કોરોનાનો આતંક, કુલ આંક 46 લાખને વટાવતા નવા કેસ 97 હજારને પાર

ભારતે ભૂલા પડેલા 3 ભૂલા પડેલા ચાઇનીઝની મદદ કરી હતી

તાજેતરમાં પૂર્વ લદ્દાખમાં ચીની સેના સાથેના ઘર્ષણની વચ્ચે ભારતીય સેનાએ ઉત્તર સિક્કીમના સરહદી વિસ્તારમાં ભૂલા પડી ગયેલા 3 ચાઈનીઝ નાગરિતની મદદ કરી હતી. તેમને ભોજન, મેડિકલ સહાય પુરી પાડી હતી. એક મહિલા સહિત ત્રણ ચાઇનીઝ નાગરિક 17500 ફૂટની ઊંચાઇએ સરહદ પર ફસાઇ ગયા હતા. તેમને ભારતીય સેના માર્ગદર્શન આપી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં પણ મદદ કરી હતી.