Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પેટ્રોલનું વેચાણ પ્રિ-કોવિડ લેવલે પહોંચ્યુ, ડીઝલ પણ તૈયારીમાં

પેટ્રોલનું વેચાણ પ્રિ-કોવિડ લેવલે પહોંચ્યુ, ડીઝલ પણ તૈયારીમાં

0
126

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલનું વેચાણ (petrol sales) પ્રિ-કોવિડ લેવલે પહોંચી ગયો છે. સપ્ટેમ્બરના પ્રથમ વખવાડિયામાં ભારતમાં ઇંધણના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા બે મહિનાના નબળા દેખાવને પાછળ છોડીને ઇંધણ વપરાશ પ્રિ-કોવિડ સ્તરે પહોંચી ગયો છે, પરંતુ કોવિડના કેસોની વધી રહેલી સંખ્યાના લીધે તેના પર ચિંતાના વાદળ છવાયા છે.

કોરોનાના લીધે વ્યક્તિગત વાહનોનો વપરાશ વધ્યો

છેલ્લા સરકારી આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયા દરમિયાન લોકોએ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ પેટ્રોલનો વપરાશ (petrol sales) બે ટકા વધારે પ્રમાણમાં કર્યો હતો, જ્યારે ડીઝલનું વેચાણ ઓગસ્ટની તુલનાએ 19 ટકા વધ્યું છે, પરંતુ તે પ્રિ કોવિડ સ્તરથી ફક્ત છ ટકા જ દૂર છે.

આ પણ વાંચોઃ ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં GSTની આવકમાં 10,454 કરોડનો ઘટાડો

ડીઝલ આર્થિક પ્રવૃત્તિનું પ્રેરકબળ

ડીઝલને વપરાશને આર્થિક પ્રવૃત્તિઓ માટે મહત્ત્વનો નિર્દેશક માનવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પરિવહન, બાંધકામ અને કૃષિ ક્ષેત્રમાં થાય છે. સરકારે જુનમાં અંકુશ ઉઠાવી લીધા પછી વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ ચોમાસાના લીધે જપૂર અને ઔદ્યોગિક રાજ્યોમાં લોકડાઉનના લીધે તેનું વેચાણ ઘટ્યું હતું.

ઓગસ્ટમાં ડીઝલનો વપરાશ જુલાઈની તુલનાએ 12 ટકા ઘટ્યો હતો. સપ્ટેમ્બરમાં જેટ ફ્યુઅલનું વેચાણ ઓગસ્ટની તુલનાએ 15 ટકા જેટલું વધ્યુ છે, પરંતુ વિદેશની ફ્લાઇટ બંધ હોવાથી તે હજી પ્રિ-કોવિડ લેવલના 60 ટકાથી નીચે છે.

આ પણ વાંચોઃ US ફેડ રિઝર્વના પોલિસી સ્ટેટમેન્ટ પહેલા હાજર સોનું સ્થિર

રાંધણગેસનો વપરાશ પણ વધ્યો

તેની સાથે રાંધણગેસના વપરાશમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, તેનું વોલ્યુમ વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ 12 ટકા અને ઓગસ્ટની તુલનાએ 13 ટકા વધ્યુ છે. લોકો ઘરોમાં બંધ રહેતા એલપીજીનો વપરાશ વધવો સ્વાભાવિક હતો.

લોકો હવે વધુને વધુ પ્રમાણમાં પર્સનલ વ્હીકલ્સનો ઉપયોગ કરી રહ્યા હોવાથી પેટ્રોલનું વેચાણ(petrol sales) વધ્યું છે. ઓગસ્ટ કાર વેચાણ 14 ટકા વધ્યુ હતુ અને ટુ-વ્હીલર્સનો ઉપયોગ 3 ટકા વધ્યો હતો, તેણે પેટ્રોલના વેચાણને(petrol sales) વેગ આપ્યો હતો. ચોમાસુ પૂરુ થવાના લીધે અને બાંધકામ પ્રવૃત્તિ શરૂ થતા અને ઓક્ટોબરમાં તહેવારોના પ્રારંભમાં ઇંધણના વેચાણને વેગ મળી શકે છે.

ફેસ્ટિવલ સીઝન પર મોટો દારોમદાર

તહેવારોની સીઝનના લીધે વધુને વધુ લોકો ફેસ્ટિવલ મૂડમાં આવતા પેટ્રોલનું વેચાણ(petrol sales) વધી શકે છે. તેના લીધે એર ફ્લાઇટ્સ વધશે અને ટેક્સી સર્વિસિસને પણ વેગ મળશે. તેની સાથે ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય ચેઇનને તેની રિધમ મળી જશે તેમ મનાય છે. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈએ તો તેના લીધે ઇંધણની માંગમાં મોટાપાયા પર વૃદ્ધિ જોવા મળશે.

તેના લીધે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની માંગમાં નોંધપાત્ર પ્રમાણમાં ઉછાળો જોવા મળી શકે છે. આના પરથી જ અર્થતંત્ર કેટલું બેઠુ થયું છે તેનો સરળતાથી અંદાજ આવી શકશે.