Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કોરોનામાં પડેલા કોર્પોરેશનને હવે ખાડા દેખાયાઃ પેચવર્કની કામગીરી શરૂ કરી

કોરોનામાં પડેલા કોર્પોરેશનને હવે ખાડા દેખાયાઃ પેચવર્કની કામગીરી શરૂ કરી

0
54
  • ભારે હોબાળો થતા તંત્ર દોડતું થયું : છેલ્લાં 19 દિવસથી રસ્તા રિપેરીંગની હાથ ધરાયેલી કવાયત
  • 1લી ઓક્ટોબરથી યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાની કોર્પોરેશનનો દાવો

અમદાવાદઃ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ (Pothole) પડી ગયા હોવાથી અમદાવાદ શહેર ખાડા નગરી બની ગયું હતું. આ ખાડા પરથી પસાર થવાના કારણે વાહન જ નહીં બલ્કે વાહનચાલકને પણ નુકસાન થતું હતું. જેના કારણે પ્રજા હેરાન – પરેશાન થઇ ગઇ હતી. આમ હવે મોડે-મોડે પણ કોર્પોરેશનને કોરોના પછી રસ્તા પરના ખાડા દેખાયા છે.

આ અંગે ભારે હોબાળો મચતાં કોર્પોરેશને તરફથી ખાડાં પૂરવાની કામગીરી હાથ ધરી હતી. છેલ્લાં 19 દિવસમાં કોર્પોરેશને 14મી ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર સુધીમાં 16330 ખાડાંઓ પરની પેચવર્કની કામગીરી કરી હતી. જે અંદાજે 1,56,409 ચો.મી. થવા જાય છે.

ખાડાઓ પેચવર્કની કઈ પદ્ધતિથી પુરાયા

16,330 ખાડામાંથી 13,089 ખાડાંઓ પરંપરાગત રીતે કોલ્ડમિક્ષ, વેટમિક્ષ અને હોટમિક્ષથી પેચવર્કનું કામ કર્યું હતું. જયારે 3241 ખાડાંઓ અત્યાધુનિક મશીનરી જેવી કે જેટ પેચર તથા ઇન્ફ્રારેડ પેચર વડે પેચવર્કની કામગીરી કરી હોવાનું જણાવ્યું છે. હાલમાં ખાડા પુરવાની કામગીરી મહદ્દઅંશે પુરી થઇ ગઇ હોવાનું કોર્પોરેશન તરફથી દાવો કરાયો છે.

આ પણ વાંચોઃ રતલામનાં અફસાનાબાનું સિવિલમાં ગરદનના મણકાના TBથી પીડામુક્ત થયાં

આ કામગીરીમાં પરંપરાગત રીતે કરવામાં આવતી ભઠ્ઠાથી પેચવર્કની પધ્ધતિના બદલે અત્યાધુનિક પેચીંગ મશીન જેવાં કે કોલ્ડ મિક્ષ ઇમલ્ઝન પેચિંગ મશીન (Cold mix imulson patching machine), ઇન્ફ્રારેડ પેચિંગ મશીન (Infrared patching machine) તેમ જ માઇક્રો રિસરફેસિંગ મશીન (Mircro resurfacing machine)નો ઉપયોગ કરાયો હતો. ખાડા પુરવાની કામગીરી પૂર્ણ થઇ છે છતાં જો કોઇને ફરિયાદ હોય તો મ્યુનિ. કોર્પોરેશનના ફરિયાદ માટેના ટેલિફોન નં. 155303 પર નોંધાવવા જણાવાયું છે. તેનો નિકાલ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા તાકીદે કરવામાં આવશે.

રોડ રિસરફેસનું કામ પહેલી ઓક્ટોબરથી યુદ્ધના ધોરણે થશે

વધુમાં કોર્પોરેશન તરફથી જણાવાયું છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા રોડ રિસરફેસ (Road resurface)ના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ રોડ રિસરફેસની કામગીરી 1લી ઓક્ટોબરથી યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ લુખ્ખા તત્વોના હવાલેઃ ગેરકાનૂની કૃત્યમાં સાથ ન આપનારા પર ઘાતક હુમલો

અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસામાં કુલ વરસાદ (Rain) 917.99 મી.મી. એટલે કે 36 ઇંચ જેટલો પડયો છે. ગત વર્ષમાં સમગ્ર ચોમાસા દરમિયાન પડેલા કુલ વરસાદ 863.86 મી.મી. જેટલો વરસાદ પડયો હતો. આમ ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ઘણો વધારે વરસાદ પડયો છે.

શહેરમાં કુલ રોડ નેટવર્ક કેટલું

અમદાવાદ શહેરમાં કુલ રોડ નેટવર્ક અંદાજે 2580 કિમી જેટલું છે. જેમાં દર વર્ષે યુટિલિટિ જેવી કે કેબલ એજન્સી, ગેસ, પાવર એજન્સી દ્રારા નવા નેટવર્ક નાંખવા, નેટવર્ક અપગ્રેડ કરવા તેમ જ ફોલ્ટ રિપેરીંગ માટે અંદાજીત 800થી 1000 કિ.મી. જેટલી લંબાઇમાં રોડ ઓપનિંગની કામગીરી કરવામાં આવે છે. તેમ જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા શહેરીજનોને સુવિધામાં વધારો કરવા આવશ્યક એવી ગટર, પાણી, સ્ટ્રોમ વોટર લાઇનો વગેરે નવી નાંખવાની કે અપગ્રેડ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. આમ આ કારણોસર શહેરમાં આવેલા જુદા જુદા રસ્તાઓમાં ભારે તથા સતત વરસાદને કારણે નુકસાન થવા પામ્યા છે.