Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ભારતમાં પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ 9 મહિના પછી વધ્યું: SIAM

ભારતમાં પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ 9 મહિના પછી વધ્યું: SIAM

0
53

પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ રિવર્સ ગીયરમાંથી ફર્સ્ટ ગીયરમાં આવ્યું

નવી દિલ્હીઃ ભારતમાં પેસેન્જર વાહનોનું વેચાણ નવ મહિના પછી 14.16 ટકા વધીને 2,15,916 એકમ થયું હતું. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના છેલ્લા આંકડા મુજબ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ભારતમાં પેસેન્જર વાહનોનું વેચાણ 1,89,129 એકમ હતુ.

છેલ્લે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનના વેચાણમાં વૃદ્ધિ થઈ હતી

આમ સળંગ નવ મહિનાના ઘટાડા પછી પેસેન્જર વાહનોનું વેચાણ હકારાત્મક સ્થિતિમાં આવ્યું છે. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોના વેચાણે સામાન્ય વૃદ્ધિ દર્શાવી હતી, પછી દરેક મહિને પેસેન્જર વાહનોના વેચાણ સતત ઘટતા રહ્યા હતા. આમ તેણે વેચાણમાં 11 મહિનાના ઘટાડા પછી વૃદ્ધિ નોંધાવી છે.

આ પણ વાંચોઃ રિલાયન્સનું મૂલ્ય 200 અબજ ડોલરઃ પ્રથમ ભારતીય કંપની બનવાની સિદ્ધિ

ગયા મહિને પેસેન્જર કારનું વેચાણ 14.13 ટકા વધીને 1,24,715 એકમ થયુ હતુ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1,09,277 હતું. આ જ રીતે યુટિલિટી વ્હીકલ્સનું વેચાણ 15.54 ટકા વધીને 81,842 એકમ થયુ હતુ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 70,837 હતું.

આ ઉપરાંત વાનનું વેચાણ 3.82 ટકા વધીને 9,359 એકમ થયુ હતુ, જે ઓગસ્ટ 2019માં 9,015 એકમ હતું, એમ સિયામે જણાવ્યું હતું.

દ્વિચક્રી વાહનનું વેચાણ પણ વધ્યું

આ જ રીતે દ્વિચક્રી વાહનનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાના 15,14,196 એકમથી 3 ટકા વધી 15,59,665 એકમ થયુ હતુ.

આ પણ વાંચોઃ ‘રામ મંદિર ટ્રસ્ટ’ના ખાતામાંથી ક્લોન ચેક મારફતે લાખો રૂપિયાની ઉચાપત

મોટરસાઇકલનું વેચાણ 10.13 ટકા વધીને 10,32,476 એકમ થયુ હતુ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 9,37,486 એકમ હતુ. સ્કૂટરનું વેચાણ 12.3 ટકા ઘટીને 4,56,848 એકમ થયુ હતુ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 5,20,898 એકમ હતુ, એમ સિયામે જણાવ્યું હતું.

સૌથી મોટો ઘટાડો હોય તો તે થ્રી-વ્હીલરના મોરચો હતો. તેનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાના 58,818 એકમથી 75.29 ટકા ઘટીને 14,534 એકમ થયું હતું, એમ તેણે ઉમેર્યું હતું.

હવે દારોમદાર તહેવારોની સીઝન પર

સિયામના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે ઉદ્યોગ તહેવારોની આગામી સીઝનને લઈને ઘણો આશાવાદી છે અને તેના લીધે ઉદ્યોગમાં નવસંચાર વધુ ઝડપી બનશે. સિયામના આંકડા મુજબ સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ગયા મહિને કુલ વેચાણમાં 21.32 ટકા વૃદ્ધિ નોંધાવતા તે 1,13,033 એકમ થયુ હતુ.

આ પણ વાંચોઃ ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનના ટ્રાયલ પર રોક બાદ ભારતીય કંપનીને નોટિસ

જ્યારે હ્યુન્ડાઈએ પણ ઓગસ્ટમાં તેના વેચાણમાં 19.9 ટકાની વૃદ્ધિ નોંધાવતા તે 45,809 થઈ હતી મહિન્દ્રાનું વેચાણ પણ 1.09 ટકા વધીને 13,651 એકમ થયુ હતુ. કિયા મોટર્સનું વેચાણ 74.07 ટકા વધીને 10,853 એકમ થયુ હતુ અને રેનોનું વેચાણ 41.3 ટકા વધી 8,060 એકમ થયુ હતુ.

ટુ-વ્હીલર્સ સેગમેન્ટમાં હીરો મોટોકોર્પનું વેચાણ 8.52 ટકા વધીને 5,68,674 એકમ થયુ હતુ. જ્યારે હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાનું વેચાણ 4,28,238 એકમ સાથે સામાન્ય વધ્યુ હતુ. બજાજ ઓટોનું વેચાણ 3 ટકા વધી 1,78,220 એકમ થયુ હતુ, જ્યારે ટીવીએસ મોટર કંપનીનું વેચાણ ઓગસ્ટના અંતે ઘટીને 2,18,338 એકમ થયું હતું.