Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજધાની એક્સપ્રેસમાં સતત 5 દિવસે મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા

રાજધાની એક્સપ્રેસમાં સતત 5 દિવસે મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા

0
60
  • ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 22 પોઝિટિવ કેસો મળી આવ્યા

  • પાંચમા દિવસે પણ ટ્રેનમાં અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ થયું

  • સૌથી વધુ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 પોઝિટિવ કેસ મળ્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત પાંચમા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ ચાલુ રાખ્યું હતું.

સતત પાંચમા દિવસે 1885 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 22 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા.

સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના 12 કેસ મળી આવ્યા હતા.

અગાઉના ચાર દિવસોમાં ટેસ્ટિંગમાં પણ રાજધાની એક્સપ્રેસમાંથી જ વધુ કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.

પ્રથમ દિવસે 26 અને બીજા દિવસે 13 પોઝિટિવ અને ત્રીજા દિવસે 19 કેસો અને ચોથા દિવસે 20 મળી આવ્યા હતા.

આમ સરવાળે પાંચ દિવસમાં માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી કુલ કોરોના પોઝિટિવ 90 કેસો મળી આવ્યા છે.

છેલ્લાં પાંચ દિવસમાં સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કોરોનાના પોઝિટિવના કેસો વધુ મળી આવ્યા છે.

આ પણ વાંચો: સુરત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતા સર્વન્ટ ગંભીર

અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો અને કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતીત થતો હોવાની સાથોસાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાથી ખરેખર 17,436 લોકો મર્યા કે 1,673 જ મર્યાઃ કોંગ્રેસ

જેમાં ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 497 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 પોઝીટીવ કેસો મળ્યા હતા. તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 840 પ્રવાસીઓમાંથી 12 અને મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 548 પ્રવાસીઓની ચકાસણીમાં 5 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

આમ સરવાળે કુલ 1885 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 22 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.