Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ‘ગબ્બર ઇઝ બેક’, જાણો પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કઇ રીતે બન્યો પાસ કન્વિનર

‘ગબ્બર ઇઝ બેક’, જાણો પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કઇ રીતે બન્યો પાસ કન્વિનર

0
795

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયાએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પર કોર્ટે પાસ કન્વીનર કથીરિયાને જામીન આપ્યા હતા.જોકે, શરતી જામીન હોવાથી અલ્પેશ 6 મહિના સુધી સુરતમાં નહી જઇ શકે. અલ્પેશ કથીરિયા પાટીદારોમાં ‘ગબ્બર’ તરીકે ઓળખાય છે. અલ્પેશ કથીરિયાને આ પહેલા પણ જામીન મળ્યા ત્યારે તેના માનમાં ‘ગબ્બર ઇઝ બેક’ના પોસ્ટર લાગ્યા હતા.

કોણ છે અલ્પેશ કથીરિયા?

પાટીદાર સમાજને અનામત મળે એ માટે ચાલી રહેલી લડતમાં ગુજરાતના સહકન્વીનર અને સુરતના કન્વીનર અલ્પેશ કથીરિયા છે. અલ્પેશ કથીરિયા અનામત આંદોલનનો નિર્વિવાદીત ચહેરો છે.સામાન્ય માણસની વાત પણ અલ્પેશ કથીરિયા સાંભળે છે.

અલ્પેશ કથીરિયાના વિચારો પણ જાણીતા છે. અલ્પેશ અનુસાર ‘વ્યક્તિગત પ્રસિદ્ધિથી દૂર રહો તમેં જો મને માનતા હોય તો મારી વ્યક્તિગત પ્રસિદ્ધિ ના કરશો,વિચારો અને મુદ્દાઓનો પ્રચાર કરો અને મુદ્દાઓ સાથે જોડાયેલા રહો,નહીંતર પછી વ્યક્તિ ફરી જાઇ ત્યારે આઘાત લાગશે’.’ટુંક માં એક એવો લીડર કે જેના થકી યુવાનો ને નીડર બની લડતા રહેવાની પ્રેરણા અને જુસ્સો આપનાર યુવાન છે અલ્પેશ કથીરિયા.’

હાર્દિક પટેલ હવે રાજકારણમાં જોડાઇ ગયો છે ત્યારે અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલન.હાર્દિક પટેલે કહ્યું હતું કે, પહેલા આંદોલનનો ચહેરો હું હતો, હવે અલ્પેશ તેનો ચહેરો હશે.’

અલ્પેશ કથીરિયાએ જવુ પડ્યુ છે જેલમાં

સુરતમાં પોલીસ સાથે ગેરવર્તન બાદ ગ્રહોના કેસમાં જામીન પર છૂટેલા અલ્પેશ કથીરિયાને જામીન રદ થતાં ફરીથી જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરંતુ કોર્ટમાં અનેક નાટકિય ઘટનાક્રમ બાદ તારીખો બદલાયા બાદ અંતે અલ્પેશ કથીરિયા ની જેલ મુક્તિ નો રસ્તો સરળ બન્યો છે. કોર્ટે સુરત જીલ્લામા પ્રવેશ નહી કરવાની શરતે જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે 18 ફેબ્રુઆરી 2019 ના રોજ સુરત પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયા ના રદ કરવાની અરજી કરવામાં આવી હતી. જેના લીધે અલ્પેશ ના જામીન રદ થયા હતા અને જેલમાં જવું પડ્યું હતું.

પાસ નેતા અલ્પેશ કથિરીયાના જામીન મંજૂર, 6 મહિના સુધી સુરતમાં નહી પ્રવેશી શકે