Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પાસ નેતા અલ્પેશ કથિરીયાના જામીન મંજૂર, 6 મહિના સુધી સુરતમાં નહી પ્રવેશી શકે

પાસ નેતા અલ્પેશ કથિરીયાના જામીન મંજૂર, 6 મહિના સુધી સુરતમાં નહી પ્રવેશી શકે

0
1046

રાજદ્રોહના કેસમાં જેલની અંદર રહેલા પાસ નેતા અલ્પેશ કથિરીયાના જામીન ગુજરાત હાઇકોર્ટ મંજૂર કર્યા છે. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદ આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. અલ્પેશ કથિરીયાના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજુર કરતા પાટીદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

6 મહિના સુધી સુરતમાં નહી પ્રવેશી શકે અલ્પેશ

ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા પહેલા અલ્પેશ કથિરીયાને કેટલીક બાંહેધરી આપી હતી. હાઇકોર્ટે 6 મહિના સુધી સુરતમાં પ્રવેશવાની પરવાનગી આપી નથી.