Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશના વીર જવાનો સાથે પૂરી સંસદ એકસાથે એક અવાજે ઊભી છેઃ વડાપ્રધાન

દેશના વીર જવાનો સાથે પૂરી સંસદ એકસાથે એક અવાજે ઊભી છેઃ વડાપ્રધાન

0
84
  • વડાપ્રધાનનો સંસદ શરૂ થતા પૂર્વે વિપક્ષ સાથે સંવાદનો સેતુ બાંધવાનો પ્રયાસ
  • આજથી શરૂ થઈ રહેલું સંસદનું ચોમાસુ સત્ર
  • વિપક્ષ સરકારને ચીન, ઇકોનોમી, કોરોનાના મુદ્દે ઘેરવા તૈયાર
  • સરકાર દ્વારા વર્તમાન સત્રમાં લાવવામાં આવનારા 47થી વધુ ખરડા
  • કોરોનાના લીધે આ વખતનું સંસદીય સત્ર દર વખત કરતાં જુદુ

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર(Monsoon session) ના પ્રારંભ પૂર્વે ચીન (China)ના મુદ્દે કેન્દ્ર સરકાર(Central government)ને ઘેરવાની તૈયારી કરતા વિપક્ષની (Opposition) સાથે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra modi) એ સંવાદનો સેતુ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાન સંસદનું (Parliament) સત્ર શરૂ થતા પહેલા જણાવ્યું હતું કે સમગ્ર દેશ સરહદ પર એકદમ સાવધ ઊભેલા વીર જવાનોની સાથે ઊભો છે અને ગૃહ પણ એક જ સ્વર, એક જ ભાવ અને ભાવનાની સાથે આપણા જવાનો માટે ઊભુ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના રોગચાળાની વચ્ચે આજે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી અલગ-અલગ સમય પર થશે.

ગૃહ સેનાના સમર્થનમાં, આપણી વિશેષ જવાબદારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણા લશ્કર(Army)ના જવા સરહદ પર અત્યંત સાવધ છે અને પૂરેપૂરી હિંમતની સાથે, જુસ્સા સાથે બુલંદ હોંસલાની સાથે દુર્ગમ વિસ્તારોમાં ઊભેલા છે તો ત્યારે ગૃહની જવાબદારી વિશેષ છે. થોડા સમયમાં હિમવર્ષા અને વરસાદ શરૂ થશે. દુર્ગમ વિસ્તારોમાં લશ્કર પૂરી તાકાત સાથે ઊભું છે. આ સંજોગોમાં સમગ્ર ગૃહ એક સ્વર, એક ભાવ, એક ભાવના તેમજ એક સંકલ્પથી સંદેશ આપશે કે સમગ્ર દેશ જવાનોની સાથે છે.

આ પણ વાંચોઃ દિલ્હી હિંસા : UAPAમાં ઉમર ખાલિદ ધરપકડ, કલાકોની પૂછપરછ બાદ એક્શન

મુશ્કેલ સમયમાં સંસદનું સત્ર

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળા જેવા મુશ્કેલ સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહ્યુ છે. સાંસદોએ પોતાની ફરજ નીભાવવાનું પસંદ કર્યુ છે. હું આ બદલ તેમને અભિનંદન આપુ છું. આ વખતે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી જુદા-જુદા સમયે થશે. શનિવાર અને રવિવારે પણ સંસદની કાર્યવાહી થશે, કારણ કે સાંસદોએ આ વાત સ્વીકારી છે.

સાંસદોને પણ કોરોના અંગે ચેતવ્યા

વડાપ્રધાને તેની જોડે-જોડે સાંસદોને પણ કોરોના અંગે ચેતવ્યા. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોરોનાની દવા મળે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ઢીલાઈ ન ચાલે. આપણે ઇચ્છીએ છીએ કે વિશ્વના કોઈપણ ખૂણામાં કોરોનાની વેક્સિન ઝડપતી બની જાય. આપણા વૈજ્ઞાનિક પણ તેમાં સફળ થાય અને આ સમસ્યાથી ઝડપતી છૂટકારો મળે. વડાપ્રધાન જણાવ્યું હતું કે આ સત્રમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય થશે અને કેટલાય પર ચર્ચા થશે.

આ પણ વાંચોઃ ભારતના VIP લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન, 10 હજાર લોકો પર પાડોશી દેશની નજર

કોરોના પણ અને ફરજ પણ

તેમણે જણાવ્યું હતું કે દેશ હાલમાં કોરોનાના રોગચાળા સામે ઝઝૂમી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આપણા બધાનો અનુભવ છે કે લોકસભામાં જેટલી વધારે ચર્ચા થાય છે, જેટલી તલસ્પર્શી ચર્ચા થાય છે, જેટલી વૈવિધ્યતાસભર ભારે ચર્ચા થાય છે, તેટલો ગૃહને પણ તે બાબતને લઈને અને દેશને બહુ મોટો ફાયદો થાય છે. આ વખતે પણ તે મહાન પરંપરામાં આપણા બધા સાંસદો મળીને મૂલ્યવર્ધન કરીશું તેવો વિશ્વાસ છે.