Gujarat Exclusive > યુથ > મનોરંજન > અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના હાથોમાં NSDની કમાન

અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના હાથોમાં NSDની કમાન

0
74

નવી દિલ્હી: બોલીવુડની ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને મનોરંજન પુરુ પાડનારા અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ (Paresh Rawal)ની પ્રતિષ્ઠિત થિયેટર ઇન્સ્ટિટ્યૂટ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના અધ્યક્ષ તરીકે પસંદગી થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આ પદ માટે નિયુક્ત કર્યા છે. ખાસ વાત એ છે કે પરેશ રાવલે (Paresh Rawal) આ જ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો: ઓફિસ તોડ્યા બાદ BMCની નજર હવે કંગનાના ઘર પર, ક્વીન વિફરી- ઉદ્વવ ઠાકરે અને કરણ જોહરને ઊઘાડા પાડીશ

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે (Paresh Rawal) વર્ષ 1985માં ફિલ્મ અર્જુન સાથે પોતાની બોલિવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી.

જોકે વર્ષ 1986માં ફિલ્મ નામ સાથે તેઓ પોતાને ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરવામાં સફળ રહ્યા હતા.

આ ફિલ્મમાં સંજય દત્તે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

ત્યાર બાદ તેમણે 80 અને 90ના દાયકામાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યુ અને તેમાંથી મોટાભાગનામાં તેઓ વિલેનની ભૂમિકામાં દેખાયા.

આ પણ વાંચો: કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ

આ સમયગાળા દરમિયાનમાં તેમની ચર્ચિત ફિલ્મોમાં ‘રૂપ કી રાની ચોરો કા રાજા’, ‘કબ્જા’, ‘બાજી’ જેવી ફિલ્મો સામેલ છે.

જોકે ત્યારબાદ તેમણે પોતાના પાત્ર સાથે ઘણાં પ્રયોગ કર્યા અને તેમણે કોમેડી પાત્ર પણ મોટા પડદા પર ભજવ્યા જેણે લોકોએ ઘણો પસંદ કર્યો.

‘હેરા ફેરી’, ‘માલામાલ વીકલી’, ‘હંગામા’ અને ‘હલચલ’ જેવી ફિલ્મોમાં કોમેડી અવતાર ધારણ કરી દર્શકો વચ્ચે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે.

આ પણ વાંચો: 2020 સિનેમા જગત માટે કાળરૂપ, 26 વર્ષની તેલુગુ અભિનેત્રીએ કરી આત્મહત્યા

ઇરફાન, નવાઝ જેવા કેટલાક પ્રસિદ્ધ કલાકારોએ NSDમાંથી અભ્યાસ કરી કારક્રિદી બનાવી

નોંધનીય છે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દેશના સૌથી લોકપ્રિય થિયેટર ઇન્સ્ટિટ્યૂટમાં સામેલ છે.

આ એક સ્વાયત્ત સંસ્થા છે જે ભારત સરકારના તાબા હેઠળ આવે છે.

તેને 1959માં સંગીત નાટ્ય એકેડમી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતુ અને વર્ષ 1975માં તેને એક સ્વતંત્ર સ્કૂલ બનાવી દેવામાં આવી.

NSDમાંથી નસીરુદ્દીન શાહ, નવાઝુદ્દીન સિદ્દીકી, ઇરફાન ખાન, પીયૂષ મિશ્રા, અનુપમ ખેર, ઓમ પુરી, આશુતોષ રાણા અને તિગ્માંશુ ધૂલિયા જેવા કેટલાક ઉમદા કલાકારો અભ્યાસ કરી ચુક્યા છે.