Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારત-ભૂટાન સરહદ પર ચીનની બળપ્રયોગની નીતિઃ પેન્ટાગોન

ભારત-ભૂટાન સરહદ પર ચીનની બળપ્રયોગની નીતિઃ પેન્ટાગોન

0
75

ભારત-ભૂટાન સરહદે ચીનની સાઉથ ચાઇના સી જેવી જ વ્યૂહરચના

વોશિંગ્ટનઃ ચીન સાઉથ (South) અને ઇસ્ટ ચાઇના સી(east china sea)માં દરિયાઈ સીમામાં જે રીતે તેનો પ્રાદેશિક અને દરિયાઈ સરહદે દાવા કરીને તેના માટે બળપ્રયોગની નીતિ અજમાવે છે તે રીતે જ તે ભારત અને ભૂટાન સરહદે બળપ્રયોગની નીતિ અજમાવી રહ્યું છે. ચીન સાઉથ ચાઇના સી અને ઇસ્ટ ચાઇના સીના અત્યંત વિવાદાસ્પદ પ્રાદેશિક દાવા સાથે જોડાયેલુ છે. બૈજિંગે આ વિસ્તારમાં કેટલાય કૃત્રિમ ટાપુ બનાવ્યા છે અને તેના પર લશ્કરને ગોઠવીનો તેનો અંકુશ પ્રસ્થાપિત કર્યો છે. આ બંને વિસ્તારો ખનીજ, ઓઇલ અને અન્ય કુદરતી સંસાધનોની રીતે સમૃદ્ધ હોવાની સાથે વૈશ્વિક વેપાર માટે પણ મહત્ત્વના છે.

ચીન વિસ્તારો પર કબ્જો જમાવવા નાના-નાના સંઘર્ષો દ્વારા ધાક બેસાડે છેઃ પેન્ટાગોન

ચીન સમગ્ર સાઉથ ચાઇના સી તેનો પોતાનો હોવાનો દાવો કરે છે. વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાને તેના દાવાનો વિરોધ કર્યો છે. પેન્ટાગોને કોંગ્રેસમાં તેના ચીન પરના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે ચીનના નેતાઓ તેમના ધ્યેય સિદ્ધ કરવા માટે નાના-નાના શસ્ત્ર સંઘર્ષો કરે છે. ચીન ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં આ જ પ્રકારની વ્યૂહરચના અમેરિકા, તેના સહયોગીઓ અને ભાગીદારો તથા અન્યોને ઉશ્કેરવા માટે ઉપયોગમાં લઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ચીન સાથે સરહદ પર તનાવ વચ્ચે કેન્દ્રના બીજી સરહદો પર સાવધાનીના નિર્દેશ

ચીન ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં તેનો લશ્કરી અને આર્થિક પ્રભાવ ઝડપથી વિસ્તારી રહ્યુ છે. તેના લીધે આ વિસ્તારના અને તેનાથી આગળના વિવિધ દેશો ચિંતામાં છે. ચીને સાઉથ અને ઇસ્ટ ચાઇના સીમાં તેના પ્રાદેશિક અને મેરીટાઇમ ક્લેમ્સમાં આ જ પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો છે અને ભારત તથા ભૂટાનમાં પણ તે આ જ પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યુ છે, એમ પેન્ટાગોનના અહેવાલમાં જણાવાયું છે.

તાજેતરમાં ચીને તાઇવાનની સરહદો નજીક પેટ્રોલિંગ વધાર્યું

તાજેતરના વર્ષોમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ તાઇવાનની નજીક તેનું પેટ્રોલ વધાર્યુ છે, બોમ્બર, ફાઇટર અને સર્વેલન્સ એરક્રાફ્ટનો ઉપયોગ વધાર્યો છે. ચીન આ સિવાય નોન-મિલિટરી ટૂલ્સનો પણ બળપ્રયોગ માટે ઉપયોગ કરે છે. તેમા દેશો વચ્ચેના રાજકીય તનાવના સમયમાં આર્થિક ટૂલ્સની સાથે બૈજિંગ આ દેશો પર તેના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકે છે., એમ અહેવાલે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ India China Border Tension: લદ્દાખની પેંગોંગ ઝીલ નજીક આખરે શું થયું હતું?

ચીને 1998થી તાજેતરના વર્ષોમાં છ પડોશી દેશો સાથે સરહદ અંગેના છ જમીન આધારિત વિવાદો ઉકેલ્યા છે, પણ બૈજિંગમાં આમા કેટલાક વિવાદમાં બળપ્રયોગનો અભિગમ દાખવ્યો હતો, જે અભિગમ તે દરિયાઈ સીમા અંગે દાખવે છે. તે ઓઇલ-ગેસની થાપણો વડે સમૃદ્ધ આ વિસ્તાર પર કબ્જો મેળવવા માંગે છે, એમ તેણે જણાવ્યું હતું.