Gujarat Exclusive > દેશ-વિદેશ > સપ્ટેમ્બરના પ્રારંભમાં પેંગોગ લેક પર ભારત-ચીન વચ્ચે મોટાપાયે વોર્નિંગ શોટ ફાયર

સપ્ટેમ્બરના પ્રારંભમાં પેંગોગ લેક પર ભારત-ચીન વચ્ચે મોટાપાયે વોર્નિંગ શોટ ફાયર

0
63

નવી દિલ્હીઃ ભારત અને ચીનના સૈનિકોએ સપ્ટેમ્બરના પ્રારંભમાં પેંગોંગ સરોવર( Pangong lake)ના ઉત્તરીય કાંઠા પર 100-200 જેટલા વોર્નિંગ શોટ ફાયર કર્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય સૈનિકોએ (Indian army) ચાઇનીઝ સૈનિકોને (Chinese army) ચાતરીને તેમનાથી પણ ઉપરના સ્થળોએ પોસ્ટ સ્થાપી હતી.

આ સ્થિતિ વિદેશપ્રધાન (Foreing minister) એસ જયશંકર અને તેમના ચાઇનીઝ સમકક્ષ વાંગ યી વચ્ચે 10મી સપ્ટેમ્બરના રોજ મોસ્કોમાં બેઠક થઈ તેના પૂર્વે બની હતી. બંને વિદેશપ્રધાન લડાખમાં (Ladakh) વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર તનાવ ઘટાડવા માટે સંમત થયા હતા.

આ પણ વાંચોઃ ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યોઃ રાજનાથસિંહ

બંને પક્ષે અવિરત સંવાદ જારી રાખવા, તનાવમાં ઝડપી ઘટાડો કરવા, લશ્કર વચ્ચે યોગ્ય અંતર જાળવવા, સંઘર્ષ દૂર કરવા અને એકબીજા સામે વિશ્વાસ જાળવવાના નવા પગલા લેવા અંગે કામ કરવા પર ભાર મૂક્યો હતો.

ચીનનો સપ્ટેમ્બરમાં ભારતીય પોસ્ટને એક્સેસ કરવા પ્રયત્ન

એક બીજી ઘટના ગયા સપ્તાહે બની હતી જ્યારે ચીને લડાખના પેંગોગ સરોવર( Pangong lake)ની દક્ષિણે ભારતીય પોઝિશન્સ પર એપ્રોચનો પ્રયત્ન કર્યો હતો. ચાઇનીઝ સૈનિકોએ પેંગોગ સરોવરમાં ( Pangong lake) ભારતીય પોઝિશન્સને એક્સેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને હવામાં ગોળીબાર કર્યો હતો. ચીનના સૈનિકોએ આ ઉપરાંત ગલવાનની જેમ સંઘર્ષ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમા તેને સફળતા મળી ન હતી.

આ પણ વાંચોઃ ચાઇનીઝ સર્વેલન્સના મુદ્દે લોકસભા મોકૂફઃ લડાખ મડાગાંઠ અંગે નિવેદન આપશે રાજનાથસિંહ

ભારતીય દળોએ પેંગોગ સરોવરમાં ( Pangong lake) મહત્ત્વની ટોચ પર કબ્જો કરીને વ્યૂહાત્મક ફાયદો મેળવ્યો છે. ચીન દ્વારા તેની મરજીથી એલએસીની વાસ્તવિક સ્થિતિ બદલવાનો જવાબ ભારતે આ રીતે આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યા મુજબ આ ઊંચાઈ પર પહોંચ્યા પછી ચીનના લશ્કરની ઘણી બધી ઉશ્કેરણી છતાં પણ ભારતીય લશ્કરે તેની સ્થિતિ જાળવી છે.

આ વર્ષે તનાવગ્રસ્ત છે ભારત ચીન સરહદ

ભારત અને ચીન વચ્ચે સરહદ પર આ વર્ષે તનાતની છેલ્લા કેટલાય સમયથી ચાલે છે. 2017માં ચીનને ડોકલામમાં નિષ્ફળતા મળ્યા પછી ચીનને પેગોંગ સરોવર ( Pangong lake) પર કબ્જો જમાવવામાં હજી સુધી સફળતા મળી નથી. ચીન તેના વન બેલ્ટ અને વન રોડ માટે ભારતના લડાખને અત્યંત મહત્ત્વનું માની રહ્યું છે. તેથી આ વિસ્તારમાં તે કબ્જો જમાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.

પેગોંગ લેકઃ ડોકલામ બાદ ચીનની વધુ એક નિષ્ફળતા

આમ છેલ્લા ત્રણ વર્ષમાં પોતાને મહાસત્તા માનતું ચીન ભારત સામે ડોકલામ અને હવે તેના પછી પેંગોંગ સરોવર ( Pangong lake) મોરચે નિષ્ફળ ગયુ છે. તેનું લશ્કર પણ માનવામાં આવે છે તેટલું મજબૂત છે નહી જેની નોંધ બધા આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ લીધી છે. ચીનના લશ્કરની ઊંચાઈઓ પર લડવાની અસમર્થતા આનાથી દેખાઈ આવી છે.