Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાનને કુલભૂષણ જાધવને તુરંત છોડવાની ભારતની માંગ

પાકિસ્તાનને કુલભૂષણ જાધવને તુરંત છોડવાની ભારતની માંગ

0
306

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા કુલભૂષણ જાધવને આપવામાં આવેલી મોતની સજા ઉપર રોક લગાવવાના આગલા દિવસે ભારતે પાકિસ્તાનથી નૌસેનાના પૂર્વ અધિકારીને સમય વેડફયા વગર છોડવાનું કહ્યુ છે. રાજ્યસભામાં ભાષણ આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યુ કે, જાધવ ઉપર જે આરોપ લગવવામાં આવ્યાં તે સાબિત થઈ શક્યા નથી અને તે જોતા તે નિર્દોષ છે.

જયશંકરે રાજ્યસભામાં કહ્યુ કે, “અમે એક વાર ફરીથી પાકિસ્તાન જાધવને જલ્દીથી છોડે અને તેમને દેશમાં પરત કરવાનું કહીએ છીએ.

એસ જયશંકરે આગળ કહ્યુ કે, “મને ખાતરી છે કે, મારી સાથે ગૃહના બધા જ સભ્યો પણ જાધવના પરિવારના પ્રતિ પોતાની મજબૂત પ્રતિબદ્ધતા દેખાડશે. આ મુશ્કેલભરી પરિસ્થિતિમાં તેમણે અનુકરણીય હિંમત દેખાડી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “હુ તેમને આશ્વસ્ત કરી શકુ છું સરકાર જાધવની સુરક્ષા માટે પ્રયાસ કરતી રહેશે.”

ગૃહમાં બધા જ પાર્ટીઓએ જાધવ માટે પોતાનો સમર્થન આપ્યુ.

ભારતની મોટી જીત અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોર્ટે બુધવારે પાકિસ્તાને જાધવને ફાંસી ન આપવાનો આદેશ આપ્યો હતો અને પાકિસ્તાનની સેના અદાલત દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજા પર પુન:વિચાર કરવાનુ કહ્યુ હતું. આઈસીજેએ પાકિસ્તાનને જાધવ સુધી રાજનાયિક પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો, અને કહ્યુ કે, પાકિસ્તાન આ સંબંધમાં જાધવને તેમના અધિકાર આપવાનો ઈન્કાર કરતા વિયના સંધીનો ઉલ્લંઘન કર્યો છે.

જાધવ પર જીત: 1 રૂપિયાની ફી લેનાર હરીશ સાલ્વેએ પાકિસ્તાનના 20 કરોડના વકીલને આપી માત