Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાનને મોટો ફટકો, ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ હારવાથી ચૂકવવા પડશે 40 હજાર કરોડ રૂપિયા

પાકિસ્તાનને મોટો ફટકો, ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ હારવાથી ચૂકવવા પડશે 40 હજાર કરોડ રૂપિયા

0
382

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જાય છે. પૈસાની ઉણપથી ઝઝૂમી રહેલ પાકિસ્તાન સરકારના ખજાના ઉપર હવે વધારે બોજો વધવાનો છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં એક મોટો કેસ હારી ગયો છે. જેથી તેમને 40 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડશે. તમને જણાવી દઈએ કે જૂલાઈ મહિનાની શરૂઆતમાં IMF(ઈંટરનેશનલ મુદ્રા કોષ)એ પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢવા માટે 6 અરબ ડોલરનો બેલઆઉટ પેકેજ શરતો સાથે આપ્યો હતો. હવે પાકિસ્તાનને મોટી રકમ કેસ હારવા પર ચૂકવવી પડશે.

આવો જાણીએ શું છે મામલો- વર્લ્ડ બેંક સાથે જોડાયેલ કોર્ટ- ઈન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સ (ICSID)એ બલૂચિસ્તાનમાં રેકો ડિક (Reko Diq) ખાણના કરારને રદ્દ કરવા પર પાકિસ્તાન પર 5 અબજ 97 કરોડ ડોલર (લગભગ 40 હજાર કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.

આ મામલામાં પાકિસ્તાન કેસ હારી હયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દંડ પાકિસ્તાનને ટેથયાન કોપર કંપની (TCC)ને ચૂકવવા પડશે.

ઈમરાનના હાથમાંથી રેતની જેમ સરકી રહી છે પાકિસ્તાનની હાલત

દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ સતત કહી રહ્યાં છે કે, પાકિસ્તાન વર્તમાન સમયમાં મોટા આર્થિક સંકટમાં ફસાયેલ છે. જો કોઈ યોગ્ય પગલા ભરવામાં આવશે નહીં, તો તેને બર્બાદ થવાથી કોઈ જ બચાવી શકશે નહીં.

એવા પરિસ્થિતિમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતે પણ આ વાતને સ્વીકાર કરી ચૂક્યા છે. 10 જૂને રાષ્ટ્રના નામે સંબોધનમાં પાકિસ્તાની પીએ ઈમરાન ખાને પણ બધા પાકિસ્તાનીઓને કહ્યું કે, પાછલા દસ વર્ષમાં પાકિસ્તાનનું દેવું 6 હજાર અબજથી 30 હજાર અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

જે આપણે 4 હજાર અબજ રૂપિયાનો વાર્ષિક ટેક્સ ભેગો કરી છીએ. તેની અડધી રકમ દેવાઓના હપ્તા ભરવામાં જ જતી રહે છે. બાકીના પૈસા જે વધે છે તેનાથી દેશનો ખર્ચ ચાલી શકતો નથી. પાકિસ્તાની તે આવામ છે, જે દુનિયાભરમાં સૌથી ઓછો ટેક્સ જમા કરે છે.

પાકિસ્તાનને કુલભૂષણ જાધવને તુરંત છોડવાની ભારતની માંગ