Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાનીઓને હવે રોટલીના વાંધા, PM ઇમરાન ખાને ઘઉ અને આટાના એક્સપોર્ટ પર મુક્યો પ્રતિબંધ

પાકિસ્તાનીઓને હવે રોટલીના વાંધા, PM ઇમરાન ખાને ઘઉ અને આટાના એક્સપોર્ટ પર મુક્યો પ્રતિબંધ

0
266

કંગાળ પાકિસ્તાનના લોકોનું જીવન મુશ્કેલીમાં વિતી રહ્યું છે. એક તરફ મોંઘવારી વધી રહી છે જ્યારે બીજી તરફ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થતા બેરોજગારી પણ વધી રહી છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નવા નિર્ણયથી સામાન્ય લોકો માટે એક સમયની રોટલી પણ મળવી મુશ્કેલ છે. સ્થિતિ વધુ ખરાબ ના થાય તે માટે ઇમરાન સરકારે ઘઉ અને આટાના એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

રોટલીની કિંમત થઇ ડબલ

પાકિસ્તાનના અખબારોમાં છપાયેલા સમાચાર અનુસાર, આ વખતે ઘઉનું ઉત્પાદન ગત વર્ષના મુકાબલે 33 ટકા ઓછુ થયુ છે. આ સિવાય પાકિસ્તાનમાં જમાખોરી વધી ગઇ છે, માટે 10-12 રૂપિયામાં વેચાતી ઘઉની રોટલીની કિંમત હવે 20થી 30 રૂપિયા સુધી પહોચી ગઇ છે.

ઇમરાન ખાને ભર્યુ મોટુ પગલુ-રોટલી અને ઘઉથી બનેલા ઉત્પાદનને નિયંત્રણ કરવા માટે ઇમરાન સરકાર તેના એક્સપોર્ટ પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે. ઇકોનોમિક-કો-ઓર્ડિનેશન કમિટી (ECC)ની યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

કબર પર લગાવ્યો ટેક્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના પંજાબ રાજ્યની સરકારે મડદાને દફન કરવા માટે બનાવવામાં આવી રહેલી નવી કબરો પર ટેક્સ લગાવવાનું એલાન કર્યુ છે. પંજાબ સરકારનો દરેક કબર પર 1 હજારથી 1500 પાકિસ્તાની રૂપિયા વસુલવાનો પ્રસ્તાવ છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે લાહોર નગર નિગમે મંજૂરી માટે આ પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. ટેક્સ લગાવવાના સમર્થનમાં તર્ક આપતા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ કે આ પૈસાને કબ્રસ્તાનની દેખરેખમાં ખર્ચ કરવામાં આવશે.

ઈરાને બ્રિટિશ ઓઈલ ટેન્કર પર કબ્જો જમાવ્યો, જહાજ પર 23 ક્રૂ મેમ્બરમાં 18 ભારતીયો