Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ENG v/s PAK 3rd T20: 19 વર્ષના હૈદરે પાકિસ્તાન માટે ખાસ રેકોર્ડ બનાવ્યો

ENG v/s PAK 3rd T20: 19 વર્ષના હૈદરે પાકિસ્તાન માટે ખાસ રેકોર્ડ બનાવ્યો

0
77
  • પાકિસ્તાને છેલ્લી T20 જીતી શ્રેણી 1-1થી બરાબર કરી
  • હૈદર અલીએ ડેબ્યુ મેચમાં 28 બોલમાં અર્ધી સદી ફટકારી

માંચેસ્ટરઃ ઇંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફર્ડ, માંચેસ્ટરમાં રમાયેલી પ્રવાસની છેલ્લી ટી-20 મેચ પાકિસ્તાને જીતી લીધી. તેમાં 39 વર્ષના ઓલરાઉન્ડર મુહમ્મદ હફિઝ (Mohammad Hafeez) ઉપરાંત 19 વર્ષના હૈદર અલીએ મહત્વની ભૂમિકા ભજવી. હૈદર અલી (Haider Ali)એ પ્રથમ જ મેચમાં અડધી સદી બનાવી. T-20માં ડેબ્યુ મેચમાં અડધી સદી કરનારો તે પ્રથમ પાક. ક્રિકેટર બન્યો છે.

ઓલટ્રેફર્ડમાં બુધવારે રમાયેલી ENG v PAK 3rd T20માં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 190 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 8 વિકેટે 185 રન કરી શક્યું હતું. તે સાથે પાકે. મેચ 5 રને જીતી લીધી હતી.

આ પણ વાંચોઃ CSKને વધુ એક ફટકો, સુરેશ રૈના IPL-2020 નહીં રમે

કોરોના મહામારી વચ્ચે 66 દિવસના ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાકિસ્તાનનો આ પ્રથમ વિજય હતો. અગાઉ ત્રણ ટેસ્ટની શ્રેણી 0-1થી ગુમાવી હતી અને ટી-20માં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પ્રવાસની અંતિમ મેચ જીતી પાકિસ્તાન T20માં 1-1 સાથે શ્રેણી બરાબર કરી હતી.

બે ખેલાડીની વયમાં 20 વર્ષનો તફાવત

મેચમાં ઓલરાઉન્ડર મોહમ્મદ હફિઝે 52 બોલમાં એણનમ 86 રન કર્યા હતા. જ્યારે નવાંગતૂક હૈદર અલીએ 33 બોલમાં 54 રન કર્યાની સાથે ત્રીજી વિકેટમાં 100 રનની ભાગીદારી કરી હતી. હફિઝ (39) અને હૈદર (19)ની વયમાં 20 વર્ષનો તફાવત છે. પરંતુ પાક.ની 32 રનમાં બે વિકેટ પડી ગયા બાદ બંનેએ આક્રમક રમત દાખવી હતી. ત્રીજા ક્રમે આવેલા હૈદરે 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ફટાફટ 33 બોલમાં 54 રના કર્યા હતા. જ્યારે હફિઝ 52 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 86 રને અણનમ રહ્યો હતો.

હફિઝ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ

મોહમ્મદ હફિઝ મેન ઓફ ધ મેચ અમે મેન ઓફ ધ સીરિઝ પણ બન્યો. તેણે ત્રણ ટી-20માં 155 રન બનાવ્યા. જેમાં બે અર્ધ સદી સામેલ છે. હફિઝે છેલ્લી 10 ટી-20માં 4 અર્ધ સદી સાથે 482 રન નોંધાવ્યા છે. હાલ 39 વર્ષની વયે પણ તે પાક.નો આધારભૂત ખેલાડી છે.

આ પણ વાંચોઃ ચેન્નઈ સુપરકિંગ્સ ટીમમાં કોરોનાનો પગપેસારો, ધોની સહિત સમગ્ર ટીમ ક્વોરન્ટાઈન

હૈદર અન્ડર-19 વર્લ્ડકપમાં ભારત સામે ઝળક્યો હતો

બુધવારની મેચમાં 28 બોલમાં અર્ધ સદી નોંધાવનારો હૈદર અલી અન્ડર-19 વર્લ્ડકપ-2020માં પણ ભારત સામેની સેમિફાઇનલ મેચમાં ઝળક્યો હતો. તેમાં હૈદરે 56 રન કર્યા હતા. પાકિસ્તાના સુપર લીગમાં પણ તેણે ધમાકેદાર બેટિંગ કરી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યુ હતું. PSLમાં હૈદરે 9 ઇનિંગ્સમાં 239 રન કર્યા. ખાસ વાત એ છે કે તેને સ્ટ્રાઇક રેટ 158.27નો રહ્યો છે.