Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીના 7 વર્ષ જૂના ટ્વિટને રિટ્વિટ કરી ચિદમ્બરમના પ્રહાર, ‘હું એ જ કહેવા માંગુ છું’

PM મોદીના 7 વર્ષ જૂના ટ્વિટને રિટ્વિટ કરી ચિદમ્બરમના પ્રહાર, ‘હું એ જ કહેવા માંગુ છું’

0
91
  • 2013ના સમયમાં PM મોદીએ કરેલા ટ્વિટને પી. ચિદમ્બરમે કર્યું ટ્વિટ
  • ચિદમ્બરમે રિટ્વિટ કરીને PM મોદીને અર્થવ્યવસ્થાના સંકટને યાદ કરાવ્યું
  • ચિદમ્બરમે લખ્યું  કે, “હું પણ એ જ વાત કરવા ઇચ્છું છું, જે આ નિવેદનમાં કરાઇ છે”

નવી દિલ્હીઃ કોરોના કાળમાં ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. GDPની ઝડપ અંદાજે 24 ટકા સુધી ઘટી ગઇ છે. આ મામલે કોંગ્રેસ સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. બુધવારના રોજ પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે વડાપ્રધાન મોદીએ કરેલા એક જૂના નિવેદનને ટ્વિટ (P Chidambaram tweet news) કર્યું અને સરકાર પર નિશાન સાધ્યું છે.

પી. ચિદમ્બરમે લખ્યું છે કે, “હું વડાપ્રધાનને એ જ વાત કરવા ઇચ્છું છું, જે આ નિવેદનમાં કરવામાં આવી છે.” પૂર્વ મંત્રીએ વડાપ્રધાન મોદીના 2013ના એક ટ્વિટને સ્ક્રીનશૉટ સાથે રિટ્વિટ કર્યું છે. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.

આ પણ વાંચોઃ આત્મનિર્ભર ભારત: 4 મહિના બાદ પણ પ્રવાસી મજૂરો લાભથી વંચિત!

વડાપ્રધાન મોદી જ્યારે 2013ના ગાળામાં ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયના ટ્વિટને સ્ક્રીનશૉટ સાથે પી. ચિદમ્બરમે ટ્વિટ (P Chidambaram tweet news) કરીને જણાવ્યું છે કે,

“અર્થવ્યવસ્થા સંકટમાં, યુવાઓને નોકરી જોઇએ. એવામાં રાજનીતિ નહીં પરંતુ અર્થવ્યવસ્થા સુધારવા પર ધ્યાન આપો. ચિદમ્બરમ જી, મહેરબાની કરીને પોતાના કામ પર ફોકસ કરો.”

અત્રે ઉલ્લેખનીય છે કે ત્યારે પી. ચિદમ્બરમ દેશના નાણાંમંત્રી હતા અને હવે જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. આ સિવાય પી. ચિદમ્બરમે બુધવારના રોજ ટ્વિટ કરીને પીએમ કેઅર્સ ફંડ પર પણ સવાલ ઊભા કર્યા છે. તેઓએ લખ્યું કે, “PM CARES FUND ના ઑડિટરે પુષ્ટિ કરી છે કે 26થી 31 માર્ચ, 2020ની વચ્ચે માત્ર 5 દિવસમાં ફંડને 3076 કરોડ રૂપિયા મળ્યાં.”

પૂર્વ મંત્રીએ લખ્યું કે, “પરંતુ આ દયાળુ દાતાઓના નામ પ્રકટ નહીં કરવામાં આવે, આખરે કેમ? પ્રત્યેક અન્ય NGO અથવા તો ટ્રસ્ટ એક સીમાથી વધારે રકમ દાન કરનારા દાનકર્તાઓના નામ પ્રકટ કરવા માટે લાચાર છે. આ દાયિત્વથી PM CARES FUND ને છૂટ કેમ? દાન મેળવનારા જાણીતા છે. દાન મેળવનારાના ટ્રસ્ટી પણ જાણીતા છે. તો ટ્રસ્ટી, દાનદાતાઓના નામ ઉજાગર કરવાથી કેમ ડરી રહ્યાં છે?”

આપને જણાવી દઇએ કે પીએમ કેઅર્સ ફંડનુ ગઠન કોરોના સંકટના કાળમાં કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ફંડ આપનારાઓની જાણકારી આપવા અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ ના કહી દીધી છે. જેની પર કોંગ્રેસ સવાલ ઊભા કરી રહી છે.

આ પણ વાંચોઃ Corona update : છેલ્લાં 24 કલાકમાં આવેલા આંકડા ચોંકાવનારા, કુલ સંખ્યા 37 લાખને પાર