Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાના કેસો વધતા રાજ્યોમાં વર્તાઈ રહી છે ઓક્સિજનની અછત

કોરોનાના કેસો વધતા રાજ્યોમાં વર્તાઈ રહી છે ઓક્સિજનની અછત

0
81

નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં કોરોના (Corona) કેસો વધી રહયા છે ત્યારે કેટલાક રાજ્યોને ઓક્સિજન (Oxygen)ની અછત અનુભવાઈ રહી છે. બીજા કેટલાક રાજ્યો રાજ્યની બહારના એકમોમાંથી મળતા ઓક્સિજન પુરવઠા પર આધારિત છે. ઓક્સિજનની અછતની સંભાવનાના લીધે કેટલાક રાજ્યોએ તેમની સરહદની બહાર ઓક્સિજનનો પુરવઠો જતો અટકાવ્યો છે. તેના લીધે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ વિવાદમાં પડવુ પડ્યુ છે અને રાજ્યોને કહેવું પડ્યુ છે કે તેઓ આ રીતે ઓક્સિજનની હેરફેર ન અટકાવે.

હારાષ્ટ્રે ઓક્સિજન પુરવઠો અટકાવતા આરોગ્ય મંત્રાલયે સક્રિય થવુ પડ્યુ

આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Disaster management)ના કાયદા હેઠળ રાજ્યમાંથી ઓક્સિજનનો પુરવઠો બહાર જતા અટકાવતો આદેશ આપ્યો તેના અંગે આરોગ્ય મંત્રાલયે તેને આ લખ્યુ હતુ. મહારાષ્ટ્રે સાતમી સપ્ટેમ્બરના રોજ ઓક્સિજનનો પુરવઠો અટકાવતા મધ્યપ્રદેશ અને કર્ણાટક તેની અછત અનુભવી રહ્યા છે, તેણે ઓક્સિજનના પુરવઠાને શેર કરવાની ટોચમર્યાદા 50 ટકાથી વધારી 80 ટકા કરી દીધી હતી.

આ પણ વાંચોઃ કોરોનાએ ધારણ કર્યુ નવુ સ્વરૂપઃ હવે ડેન્ગ્યુની જેમ અચાનક ઘટે છે પ્લેટલેટ્સ

આ સિવાય તેવા અહેવાલ છે કે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ચાર દર્દીઓ ઓક્સિજનના અભાવના લીધે મૃત્યુ પામ્યા હતા, જે આરોપનો સરકારો ઇન્કાર કર્યો છે. પરંતુ સરકારે તે સ્વીકાર્યુ છે કે ઓક્સિજનના પુરવઠાની અછત છે. ઓક્સિજનનું ઉત્પાદન કરતા નાગપુર સ્થિત એકમોએ ગયા સપ્તાહે પુરવઠો રોકી દેતા મધ્યપ્રદેશના ચાર જિલ્લા દેવાસ, જબલપુર, છિંદવાડા અને દામોહ ખાતે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.

આ પણ વાંચોઃ લોકડાઉનના લીધે 29 લાખ કેસો અટકાવી શકાયાઃ ડો. હર્ષવર્ધન

પંજાબે પણ તેને ત્યાંથી બીજા રાજ્યોમાં પુરવઠો અટકાવ્યો

ફક્ત મહારાષ્ટ્ર જ નહી પંજાબે પણ તેના રાજ્યના ઉત્પાદકોને બીજા રાજ્યોમાં તેનો ઓક્સિજન પુરવઠો વેચવા પર મનાઈ ફરમાવી દીધી છે. આ પુરવઠો હિમાચલ પ્રદેશ, ઉત્તરાકંડ અને હરિયાણા જતો હતો. આ સિવાય દિલ્હીમાં માંગમાં ઉછાળો આવતા આગ્રામાં પુરવઠાની અછત વર્તાઈ રહી છે. દિલ્હી અને શહેરના સપ્લાયર દિલ્હી વિસ્તારમાં આવેલા પ્લાન્ટ પર અવલંબિત છે. ઝાંસી અને ઉત્તરપ્રદશમાં બુંદેલખંડને પણ મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલમાં ઓક્સિજનની માંગમાં અચાનક આવેલા ઉછાળાથી ફટકો પડ્યો છે.

આ સ્થિતિ ઉત્તરમાં જ છે તેવું નથી. કેરળમાં 60 ટકા પુરવઠો તો રાજ્યની કંપની જ પૂરી પાડે છે. જ્યારે બાકીનો પુરવઠો તમિલનાડુના એકમો પૂરા પાડે છે. પણ હજી સુધી અહીં અછતની ફરિયાદ આવી નથી.

આ પણ વાંચોઃ લોકસભાના 17, રાજ્યસભાના 8 સાથે કુલ 25 સાંસદ કોરોના પોઝિટિવ

કર્ણાટકમાં ઓગસ્ટના મધ્યાંતરથી જ જિલ્લા હોસ્પિટલો પાસે ઇન-હાઉસ ઓક્સિજન સિલિન્ડર ન હતા અને ઓક્સિજનના સિલિન્ડરની અછતના લીધે 50 દર્દીઓને બેંગ્લુરુની હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આમ કર્ણાટક ઓક્સિજનની માંગને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યુ છે. તેની માંગ પ્રિ-કોવિડના 100-150 ટનથી વધીને પ્રતિ દિન 500 મેટ્રિક ટન પર પહોંચી ગઈ છે.