Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોરોના સામે જંગને મોટો ફટકો! ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ વૅક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

કોરોના સામે જંગને મોટો ફટકો! ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ વૅક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

0
84

નવી દિલ્હી: કોરોના વાઈરસ (Coronavirus) વિરુદ્ધ ચાલી રહેલી લડાઈને એક મોટો ફટકો પડ્યો છે. એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઑક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University)ની કોરોના વૅક્સીન (Corona Vaccine)ના હ્યુમન ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિના બીમાર થયા બાદ ટ્રાયલને રોકવામાં આવ્યું છે.

એસ્ટ્રાજેનેકાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, આ એક રૂટિન અવરોધ છે. કારણ કે ટેસ્ટિંગમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજું કંઈ સમજી શકાયું નથી.

આ વૅક્સીનનું નામ AZD1222 રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, વિશ્વની અન્ય વૅક્સીન ટ્રાયલની સરખામણીએ સૌથી આગળ ચાલી રહી હતી. ભારત સહિત વિશ્વના અન્ય દેશોની નજર પર ઑક્સફોર્ડ યુનિવર્સિટીની કોવિડ વૅક્સિન પર મંડરાયેલી છે.

AFPના રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા ટ્રાયલને હાલ પૂરતું રોકી દેવામાં આવ્યું છે. હવે એક સ્વતંત્ર તપાસ બાદ જ તેને ફરીથી શરૂ કરવામાં આવી શકશે.

આ પણ વાંચો: શિવસેનાની ધમકી વચ્ચે આજે મુંબઈ પહોંચશે કંગના રનૌત, કોરોના રિપોર્ટ નેગેટિવ

વૅક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં હજારો લોકો સામેલ થાય છે અને તેમાં અનેક વખત ઘણાં વર્ષો નીકળી જાય છે. કોરોના વૅક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં અંદાજે 30 હજાર લોકો સામેલ થયા છે.

આ અંગે ઑક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું કે, મોટા ટ્રાયલમાં બીમાર પડવાની પુરેપૂરી આશંકા છે. જો કે તેને ધ્યાનપૂર્વક ચેક કરવા માટે તેની સ્વતંત્ર પુન:નિરિક્ષણ ખૂબજ જરૂરી છે.

કોરોના વૅક્સીનની ટ્રાયલ રોકતા વૈશ્વિક બજારો ઊંધા માથે પટકાયા
કોરોના વૅક્સીનના હ્યુમન ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિ બીમાર પડ્યા બાદ તેને અટકાવી દેવામાં આવ્યું છે. આ સમાચારને પગલે અમેરિકા સહિત વિશ્વભરના બજાર ઊંધા માથે પટકાયા છે. અમેરિકી શેર બજારનો મુખ્ય બેંચમાર્ક ઈન્ડેક્સ ડાઉ જોન્સ મંગળવારે 632 અંક તૂટીને બંધ થયો.

એક્સપર્ટનું માનવું છે કે, આની અસર આજે ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળશે. ભારતીય શેર બજારના પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ સતત બીજી વખત થયું છે. જ્યારે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોરોના વૅક્સીનની ટ્રાયલને રોકવામાં આવી હોય.