Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર કોરિયાએ ફરીથી બે મિસાઈલ કરી લોન્ચ, અમેરિકા સાથે સબંધો પર પડશે અસર

ઉત્તર કોરિયાએ ફરીથી બે મિસાઈલ કરી લોન્ચ, અમેરિકા સાથે સબંધો પર પડશે અસર

0
368

ઉત્તર કોરિયા ફરિવાર બે શોર્ટ રેન્જ મિસાઈલ લોન્ચ (Short Range Missile) કરીને સાબિત કરી દીધુ છે કે, તે પોતાની મિસાઈલ પ્રોગ્રામને ચાલુ રાખશે. આ સાથે આ મિસાઈલ પરીક્ષણે એ વાતનો સંકેત આપ્યો છે કે નજીકના ભવિષ્યમાં પોતાના મિસાઈલ કાર્યક્રમને રોકવાનો તેનો કોઈ ઈરાદો નથી. જાપાન અને અમેરિકાએ આ મિસાઈલની શોર્ટ રેન્જ મિસાઈલ બનાવી છે. તેની અસર અમેરિકા, ઉત્તર કોરિયા પર કેવી રહેશે તે જોવા લાયક છે.

જો કે, આ પહેલી વાર નથી કે જ્યારે ઉત્તર કોરિયાએ આ પ્રકારની મિસાઈલનું પરિક્ષણ કર્યું હોય. આની પહેલા પણ ઉત્તર કોરિયાએ ગત 18 એપ્રિલના એક ગાઈડેડ મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. મે મહિનામાં પણ ઉત્તર કોરિયાએ ઓછા અંતરની બે મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. આ મિસાઈલ સિનો-રો શહેર પાસેથી દાગવામાં આવી હતી જે 270 અને 420 કિમી દૂર સુધી ગઈ હતી. આ મિસાઈલો આ વર્ષે ફેબ્રૂઆરીમાં વિયેતનામમાં અમેરિકા સાથે શિખર મંત્રણા નિષ્ફળ ગયા બાદ દાગવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, કિમ જોંગ ઉન બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઔપચારિક વાર્તા કરી ચૂક્યા છે. તેની પહેલી શિખર વાર્તા ગત જૂનમાં સિંગાપુરમાં થઈ હતી અને બીજી આ વર્ષે ફેબ્રૂઆરીમાં વિયતનામમાં યોજાઈ હતી. આ સાથે ત્રીજી વાર બન્ને કોરિયાઈ દેશોની સીમા પર સ્થિત ડિમિલિટ્રાઈલ્ડ જોન (Demilitarised Zone)માં જૂનના અંતમા મળ્યું હતું. આ ત્રણ મુલાકાતોમાં કિમનો ઈરાદો અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાનો હતો. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આના પર રાજી થયા ના હતા.

ફેબ્રુઆરીમાં વિયતનામમાં વાતચીતમાં પરિણામ વિના સમાપ્ત થવાનું મુખ્ય કારણ પણ આજ હતું. જે બાદ મેમાં ઉત્તર કોરિયાએ બે મિસાઈલો દાગી હતી તેના કારણ વાતચીત નિષ્ફળ માનાવામાં આવી હતી. જોકે, એક વાત તો સાફ છે કે, ઉત્તર કોરિયાએ 2018માં કોઈ પણ પ્રકારની પરિક્ષણ કર્યુ ન હતું. નવેમ્બર 2017માં ઉત્તર કોરિયાએ અંતિમ વખત મિસાઈલ પરીક્ષણ કર્યું હતું. આ વાતનું સંકેત પણ છે. કિમ જોંગ ઉન પણ ઉત્તર કોરિયાના વિરૂદ્ધ લાગતા પ્રતિબંધોથી ચિંતિત છે અને તેને ખતમ કરવાનો પ્રતિ જાગરૂત પણ છે.

છેલ્લા ત્રણ વર્ષોમાં અમેરિકા તરફથી વારંમ-વાર ઉત્તર કોરિયાથી સબંધ સુધાવરાની વાત કરી રહ્યા છે. એટલુ જ નહી કિંમને ડિમિલિટ્રાઈજ્ડ જોન પર મુલાકત કરવાનું નિમંત્રણ અવાનો સમય પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પએ કિમના વખાણ કરતા તેને સારો દોસ્ત બતાવ્યો હતો. આ મુલાકાત પહેલા તેમણે ઉત્તર કોરિયાના બધી મિસાઈલ પરીક્ષણને નહી પરંતુ કિમની તરફથી બતાવવામાં આવતી સખ્તીને પણ નજર અંદાજ કરવામાં આવ્યું હતું.

કાશ્મીરમાં પેટ્રોલિંગ કરશે લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની