Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > 4 રિયર કેમેરાવાળો Oppo F17 Proની સેલ શરૂ, જાણો કિંમત અને ફિચર્સ

4 રિયર કેમેરાવાળો Oppo F17 Proની સેલ શરૂ, જાણો કિંમત અને ફિચર્સ

0
164
  • Oppo F17 Proને 22,990 રૂપિયામાં ખરીદી શકાય છે

  • ફોન મેજિક બ્લેક, મેજિક બ્લૂ અને મેટેલિક વાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ

નવી દિલ્હી: Oppo F17 અને Oppo F17 Pro સ્માર્ટફોન ગત અઠવાડિયે જ ભારતમાં લોન્ચ થયો છે. હવે ભારતમાં Oppo F17 Proનું વેચાણ શરૂ થઇ ગયુ છે. આ ફોનને અમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. જોકે કંપનીએ Oppo F17ની કિંમત પરથી પડદો નથી હટાવ્યો. આ ફોન સેલ માટે ક્યારે ઉપલબ્ધ થશે તેની જાહેરાત પણ કંપની તરફથી અત્યારે કરવામાં નથી આવી.

Oppo F17 Proની કિંમત

આ ફોન ભારતમાં માત્ર એક જ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેને 22,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન મેજિક બ્લેક, મેજિક બ્લૂ અને મેટેલિક વાઇટ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો: OnePlus 8T ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ

મળશે આ ઓફર

આ ફોનની ખરીદી પર કેટલીક ઓફર મળી રહ્યી છે. ફોન પર 1500 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ ઓફર ઉપલબ્ધ છે.

તે સિવાય તેને નો કોસ્ટ EMI પર ખરીદી શકાય છે. તે સિવાય ફોનની ખરીદી પર બાયબેક ગેરેન્ટી સાથે ડેમેજ પ્રોટેક્શન પણ મળે છે.

Oppo F17 Proના ફિચર્સ

Oppo F17 Proમાં એચડી+ રિઝોલ્યૂશનની 6.43 ઇન્ચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ડ્યૂલ પંચ-હોલ કેમેરા સાથે આવે છે.

તેમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે મીડિયાટેક હીલિયો P95 ચિપસેટ આપવામાં આવી છે. તેમાં 30 વોટ VOOC ફ્લેશ ચાર્જ 4.0 સપોર્ટ સાથે 4000mAhની બેટેરી છે.

આ પણ વાંચો: OnePlus Billie સીરીઝમાં હશે ચાર સ્માર્ટફોન, ‘નોર્ડ’થી ઓછી હશે કિંમત

ફોનના રિયરમાં મળશે 4 કેમેરા

ઓપ્પોના આ ફોનમાં ફોટોગ્રાફી માટે 4 રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સનો છે.

જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર પણ આ ફોનમાં મળે છે.

તેમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ+ ડેપ્થ સેન્સરનો ફ્રન્ટ કેમેરો મળે છે.