Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > સરકારી નોકરીઃ ONGCમાં 4182 જગ્યા ખાલી, જાણો શું છે લાયકાત

સરકારી નોકરીઃ ONGCમાં 4182 જગ્યા ખાલી, જાણો શું છે લાયકાત

0
131
  • ONGC Recruitment 2020ઃ અરજીની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ
  • PWD શ્રેણીના ઉમેદવારો માટે વયમર્યાદામાં વધુ છુટછાટ
  • Apprenticeshipની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી

નવી દિલ્હીઃ સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ( ONGC news)માં હજારો જગ્યા ખાલી પડી રહી છે. જેમાં વિવિધ ટ્રેડ/વિભાગોમાં એપ્રેન્ટિસની 4,182 જગ્યા ભરવામાં આવશે. આના માટેની ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2020 છે. ઇચ્છુક ઉમેદવારો કંપનીની સાઇટ ongcapprentices.ongc.co.in પર જઇ અરજી કરી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવારો માટે નીચેની માહિતી મહત્વની છે.

ઓએનજીસી વેબસાઇટ પર અરજી કરતા પહેલા ઉમેદવારોએ ટેક્નિશિયન એપ્રેન્ટિસશીપ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળના પોર્ટલ રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS) માં અને ટ્રેડ એપ્રેન્ટિસશીપ અને  પ્રાદેશિક બોર્ડ ઓફ એપ્રેન્ટિસશીપ તાલીમ (BOAT) માટે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. “

લેખિત પરિક્ષા નહીં લેવાય

“ઓએનજીસીએ સૂચિત કર્યું છે કે એપ્રેન્ટિસની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં. “એપ્રેન્ટિસ તરીકે  જોડાવવા માટેની પસંદગી  મેળવેલા ગુણધર્મ અને મેરિટના આધારે હશે. મેરિટમાં સમાન ઉમેદવારના કિસ્સામાં, વધુ વય ધરાવતા વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવશે.

અરજી માટે મહત્વની તારીખો

29 જુલાઇ-2020ઃ અરજીની શરૂઆત
17 ઓગસ્ટ 2020ઃ અરજીની છેલ્લી તારીખ
24 ઓગસ્ટ 2020 ઃ રિઝલ્ટ/પરિણામ
24 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરઃ ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન મળવાની તારીખ

આ પણ વાંચોઃ Motorola One Fusion Plusની કાલે ફ્લેશ સેલ, જાણો ફિચર્સ અને કિંમત

ક્યાં કેટલી જગ્યા?

ઉત્તર ક્ષેત્ર            228
મુંબઇ સેક્ટર       764
પશ્ચિમ સેક્ટર    1579
પૂર્વ સેક્ટર           716
દક્ષિણ સેક્ટર      674
સેન્ટ્રલ સેક્ટર      221

જગ્યા અને જરુરી લાયકાત

એકાઉન્ટન્ટઃ માન્યતાપ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઇએ.
આસિસ્ટન્ટ હ્યુમન રિસોર્સઃ માન્યતાપ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીની કોમર્સ ગ્રેજ્યુએટ

આ પણ વાંચોઃ સાવધાનઃ તમારા મોબાઇલમાંથી આ દૂષિત 29 એપ્સ તાત્કાલિક ડિલીટ કરો

વયમર્યાદાઃ

લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ (SC/STના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ રહેશે. જ્યારે PWD શ્રેણીના ઉમેદવારો માટે વયમર્યાદામાં 10 વર્ષની છૂટ રહેશે. જ્યારે SC/ST માટે 15 વર્ષ અને OBC ઉમેદવારો માટે 13 વર્ષ સુધીની છૂટ રહેશે.
અરજી કેવી રીતે કરવી?
ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 17 ઓગસ્ટ 2020 સુધી ઓફિસિયલ વેબસાઇટ ongcapprentices.ongc.co.in પર જઇ અરજી કરી શકે છે.