Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > OnePlus Billie સીરીઝમાં હશે ચાર સ્માર્ટફોન, ‘નોર્ડ’થી ઓછી હશે કિંમત

OnePlus Billie સીરીઝમાં હશે ચાર સ્માર્ટફોન, ‘નોર્ડ’થી ઓછી હશે કિંમત

0
143
  • ટેક ઇન્ફ્લૂએન્સર મુકુલ શર્માએ તેના ટ્વીટર હેંડલ પર ચાર નવા વનપ્લસ ફોનના કોડનેમને શેર કર્યા

  • કંપની ‘clover’ કોડનેમ વાળો ફોનને પણ લોન્ચ કરી શકે છે

નવી દિલ્હી: યુઝર્સને હાલ બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટના સ્માર્ટફોન ખૂબ જ પસંદ પડી રહ્યા છે. આ જ કારણ છે કે કંપનીઓ આ સેગમેન્ટ પર વધારે ફોક્સ કરી રહી છે. આ વચ્ચે પ્રીમિયમ સ્માર્ટફોન બનાવતી કંપની વનપ્લસ પણ આ સેગમેન્ટમાં તેની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે અને વનપ્લસ નોર્ડ સાથે તેની શરૂઆત પણ થઇ ચુકી છે. તાજા સમાચારની માનીએ તો હવે કંપની બજેટ સેગમેન્ટમાં અને સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. હવે કંપની OnePlus Billie સીરીઝના ફોન લોન્ચ કરી શકે છે તે પણ બજેટ ફોન હશે.

નવા ડિવાઇસના કોડનેમ ટ્વીટર પર શેર કર્યા

ટ્વીટર યુઝર અને ટેક ઇન્ફ્લૂએન્સર મુકુલ શર્માએ તેના ટ્વીટર હેંડલ પર ચાર નવા વનપ્લસ ફોનના કોડનેમને શેર કર્યા છે.

આ કોડનેમના આધાર પર માનવામાં આવી રહ્યુ છે કે વનપ્લસના ચારેય નવા સ્માર્ટફોનનું નામ OnePlus Billie 2, OnePlus 2T, OnePlus Billie 8 અને OnePlus Billie 8T હોઇ શકે છે.

આ પણ વાંચો: Realmeનો 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ગત મહિને લીક થયા હતા રેન્ડર

OnePlus Billie સીરીઝના ડિવાઇસના રેન્ડર વીડિયો ગત મહિને લીક થયા હતા.

લીક્સ્ટર મેક્સ જે. એ આ લીકને કન્ફોર્મ કરતા જણાવ્યું હતુ કે વનપ્લસ બિલ્લી સીરીઝમાં કેટલાક ફોન આવી શકે છે.

મેક્સ જે. મુજબ બિલ્લી ડિવાઇસેજને ‘Aurora’ નામથી પણ ઓળખવામાં આવે છે અને બની શકે છે કે કંપની તેને ‘નોર્ડ’ની બ્રાન્ડિંગ સાથે લોન્ચ કરી દે.

એવામાં હાલ એમ નથી કહી શકાતું કે સ્ટફલિસ્ટિંગની લીકમાં બતાવવામાં આવેલા હેન્ડસેટ OnePlus Billie જ હશે.

સ્નેપડ્રેગન પ્રોસેસર અને વનપ્લસ નોર્ડથી ઓછી કિંમત

આ ડિવાઇસેઝમાં એક સ્નેપડ્રેગન 662 અથવા સ્નેપડ્રેગન 665 પ્રોસેસરથી સજ્જ હોઇ શકે છે.

જ્યારે આ લિસ્ટિંગમાં દર્શાવેલ અન્ય મોડલ સ્નેપડ્રેગન 690 પર ચાલનારા મિડ-રેન્જ સ્માર્ટફોન હોઇ શકે છે. તેની કિંમત વનપ્લસ નોર્ડથી ઓછી હોઇ શકે છે.

આ પણ વાંચો: ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે Asus, કંપની લાવી રહી છે 4 સસ્તા ફોન

ટૂંક સમયમાં લોન્ચ થશે OnePlus clover

તે સિવાય કંપની ‘clover’ કોડનેમ વાળો ફોનને પણ લોન્ચ કરી શકે છે.

જણાવવામાં આવ્યું છે કે આ કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોઇ શકે છે.

તેમાં સ્નેપડ્રેગન 460 પ્રોસેસર સાથે 720 પિક્સલ ડિસ્પ્લે, 6000mAh બેટરી, ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5mm હેડફોન જેક, 13MP+2MP ડ્યૂલ કેમેરા સેટઅપ, 4GB+64GB સ્ટોરેજ અને 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર મળી શકે છે. આ ફોનની કિંમત 200 ડોલર (આશરે 14,500 રૂપિયા) હોઇ શકે છે.