Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > OnePlus 8T ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ

OnePlus 8T ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ

0
124
  • એન્ડ્રોઇડ સેન્ટ્રલના એક અહેવાલમાં અપકમિંગ ફોનના ખાસ સ્પેસિફિકેશન્સ લીક થયા

  • OnePlus 8T 6.55 ઈંચના AMOLED ડિસ્પ્લે સાથે આવશે

  • કંપની ફોનને 8GB રેમ અને 128GBના સ્ટોરેજ અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે લોન્ચ કરી શકે

નવી દિલ્હી: વનપ્લસે ગત વર્ષે OnePlus 7T અને ઓક્ટોબરમાં OnePlus 7T Pro સ્માર્ટફોનને લોન્ચ કર્યો હતો. એવામાં હવે એ વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે કે, કંપની તેની OnePlus 8T સિરીઝને પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ વચ્ચે એન્ડ્રોઇડ સેન્ટ્રલના એક અહેવાલમાં આ અપકમિંગ ફોનના ખાસ સ્પેસિફિકેશન્સ લીક થયા છે. લીક અહેવાલની માનવામાં આવે તો, વનપ્લસ 8T સ્માર્ટફોન 120Hzના રિફ્રેશ રેટ વાળો ડિસ્પ્લે સાથે આવી શકે છે.

આ પણ વાંચો: OnePlus Billie સીરીઝમાં હશે ચાર સ્માર્ટફોન, ‘નોર્ડ’થી ઓછી હશે કિંમત

ગત દિવસોમાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતુ કે, વનપ્લસ 8Tનો કોડનેમ Kebab છે. આશા છે કે, આ ફોન 6.55 ઈંચના AMOLED ડિસ્પ્લે સાથે આવશે.

આ સિવાય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, યુઝર્સને વરપ્લસ 8T સાથે 120Hz રિફ્રેશ રેટની મજા લેશે.

આ પણ વાંચો: Realmeનો 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ક્વૉડ કેમેરા સેટઅપ અપાઇ શકે છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 16 મેગાપિક્સલનો વાઇડ-એન્ગલ લેન્સ, એક 5 મેગાપિક્સલના મેક્રો શૂટર અને એક 2 મેગાપિક્સનો પોટ્રેટ લેન્સ સામેલ હોઇ શકે છે.

વનપ્લસ 8માં પણ મેગાપિક્સલનો જ પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે.

એવામાં બની શકે છે કે કંપની વનપ્લસ 8Tમાં નવા સેન્સર સાથે 48 મેગાપિક્સલનો કેમેરો ઓફર કરે.

આ પણ વાંચો: OnePlus Clover હવે બજેટ સેગમેન્ટમાંઃ 6000mAhની દમદાર બેટરી

આ અઠવાડિયાની શરૂઆતમાં વનપ્લસ 8Tના રેન્ડર ઓનલાઇન લીક થઇ ગયા હતા.

એન્ડ્રોડ સેન્ટ્રલ વનપ્લસ 8T અને વનપ્લસ 8ના ડિઝાઇનમાં એક મોટો તફાવત હશે.

કંપની આ ફોનને 8GB રેમ અને 128GBના ઇન્ટરનલ સ્ટોરેજ અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો: Xiomiનો 5G Mi 10 ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ, મળી રહી છે આકર્ષક ઓફર

OSની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 11 પર બેસ્ડ Oxygen OS 11 UI સાથે આવી શકે છે. ફોનને આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં લોન્ચ થઇ શકે છે.