Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > TikTokનો ક્રેઝ! વધુ એક મહિલા પોલીસનો વીડિયો વાયરલ

TikTokનો ક્રેઝ! વધુ એક મહિલા પોલીસનો વીડિયો વાયરલ

0
1170

મોબાઇલ એપ્લિકેશન Tiktok પ્રત્યેનો ક્રેઝ આજકાલ ખુબ જ વધી રહ્યો છે. તાજેતરમાં એક મહિલા પોલીસ કર્મચારીનો એક TikTok વીડિયો વાયરલ થયો હતો, જેને પગલે તેને નોકરીમાંથી સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની શાહી હજુ તો સુકાઈ નથી, ત્યાં બીજી એક મહિલા પોલીસ કર્મચારીનો TikTok વીડિયો વાયરલ થયો છે.

તાજેતરમાં જ મહેસાણાની એક પોલીસકર્મીનો પોલીસ મથકની અંદર બનાવેલો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે મહેસાણા જિલ્લા પોલીસવડા નિલેશ જાજાડીયાએ શિસ્તભંગાના પગલાના ભાગ રૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી છે.

આજે ફરી એક વખત અમદાવાદની એક મહિલા પોલીસ કર્મચારીનો TikTok વીડિયો વાયરલ થયો છે. ગીતા પરમારના TikTok એકાઉન્ટમાં સંગીતાએ અનેક વીડિયો અપલોડ કર્યા છે. જેમાં પોતે પોલીસના ડ્રેસમાં અને પોલીસ મથકની અંદર તથા પોલીસ લોકઅપ પાસે વીડિયો બનાવ્યા છે અને પોતે જ પોતાના ટિકટોક એકાઉન્ટ પર શેર કર્યા છે. શાહીબાગ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી સંગીતા પરમારનો TikTok વાયરલ થવાના સમાચાર વાયુવેગે વાયરલ થતા મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીની જોસેફ પણ એક્શનમાં આવી ગયા હતા. મહિલા પોલીસની તપાસ હાથ ધરી અને તમામ વીડિયો કબ્જે કરીને તપાસ હાથ ધરી છે.

મહેસાણાની મહિલા પોલીસ કર્મચારીને TikTok પર વીડિયો બનાવવો ભારે પડ્યો, સસ્પેન્ડ