Gujarat Exclusive > દેશ-વિદેશ > ડિજીટલ સ્ટાઈક બાદ ડ્રેગન વિરૂદ્ધ મોદી સરકારનો વધુ એક આકરો નિર્ણય

ડિજીટલ સ્ટાઈક બાદ ડ્રેગન વિરૂદ્ધ મોદી સરકારનો વધુ એક આકરો નિર્ણય

0
100

ડેટા સિક્યોરિટીની ચિંતાઓ અને 130 કરોડ ભારતીયોની પ્રાઈવસી સુરક્ષિત રાખવા માટે અત્યાર સુધી મોદી સરકારે (Modi Govt) TikTok, PUBG, UC બ્રાઉઝર, WeChat અને ShareIt સહિત 224 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી ચૂકી છે. ત્યારે મોદી સરકારે વધુ એક ચીનને આંચકો આપ્યો છે. ભારતે ચીનની થિંકટેંક, બિઝનેસમેનોથી લઈને એનજીઓ અને ચીનની કમ્ન્યુનિસ્ટ સરકારના નજીકના જુથોને વિઝા આપવામાં કડકાઈ દાખવવાના આદેશ આપ્યા છે.

ભારતે ચીનના એક બિન-સરકારી સંગઠન (NGO)ના વીઝા નિવેદન માટે આકરા આદેશ આપ્યા છે. આ NGOની અધ્યક્ષતા ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓના હાથમાં છે.

ભારતે ચીનના નોન-પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન (NGO) સાથે જોડાયેલા લોકોની વિઝા અરજીઓની કડકાઈથી તપાસ કરવાનો આદેશ કર્યો છે. આ ઓર્ગેનાઈઝેશન ચીનની સત્તાધારી પાર્ટીના વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો: PUBG અને TikTok સહિત 224 એપ્સ પર પ્રતિબંધથી ચીનને કેટલું નુક્સાન?

આ બાબત સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેને સરહદી સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચિંતાજનક વિષય ગણવામાં આવી છે. ચાઈનિઝ એસોસિએશન ફોર ઈન્ટરનેશનલ અંડરસ્ટેન્ડિંગ (CAIFU)ની દેખરેખમાં આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે બન્ને દેશ છેલ્લા 50 વર્ષમાં સૌથી વધારે સરહદી વિવાદથી ઘેરાયેલા છે.

ભારતના હિતોને જોખમ

અહેવાલ ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બેઇજિંગ સ્થિત આ ઓર્ગેનાઈઝેશનનો સંબંધ કોમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ કમિટીના યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ સાથે છે, જે ચીનની બહાર નેતાઓ, થિંક ટેન્ક મેમ્બર્સ તથા મીડિયાને અસર કરવાનું કામ કરે છે. હવે ભારતે આ NGO પર જ લગામ કસતા ચીનના નેતાઓ, થિંક ટેન્ક મેમ્બર્સ તથા બિઝનેસમેન પર લગામ તણાશે.

આ ઘટના સાથે જોડાયેલા બે અધિકારીઓએ કહ્યું છે કે ભારત સરકારના ઈન્ટર્નલ મેમોમાં આ ઓર્ગેનાઈઝેશનને ચિંતાનો વિષય તરીકે ગણાવ્યો છે. આ સાથે એવા પણ સંકેત આપવામાં આવ્યા છે કે આ પ્રવૃત્તિ ભારતના રાષ્ટ્ર હિતોની સામે હોઈ શકે છે. પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓ જણાવ્યું છે કે કડક દેખરેખનો અર્થ એવો છે કે આ સંસ્થાના પ્રતિનિધિઓ કે તેમના દ્વારા સમર્થિક ગ્રુપને વિઝા જારી કરતા પહેલા સ્કુટની ક્લીયરન્સમાંથી પસાર થવું પડશે.

ચીને કરી સ્પષ્ટતા

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેશનલ પીપલ્સ કોંગ્રસના વાઈસ ચેરમેન જી બિંગજુઆન આ એસોસિએશનના અધ્યક્ષ છે. તે તમામ સોશિયલ બોડીઝ સાથે સંપર્કમાં રહે છે. તેનો લક્ષ્ય ચીનના લોકો તથા ભારત સહિત તમામ દેશોના લોકો વચ્ચે મિત્રતા અને પરસ્પર સમજ વધારવાનો છે. બેઇજિંગ સ્થિત ઈન્ડિયા ચાઈના ઈકોનોમિક એન્ડ કલ્ચર કાઉન્સિલ જેવા સંગઠન કે જે CAIFU માટે વિઝા સ્પોરન્શર કરે છે તે પણ સુરક્ષા ક્લિયરન્સને આધિન હશે. ભારત તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: PUBG સહિત 118 એપ્સ પર બેનથી ચીનના પેટમાં રેલાયું તેલ

PUBG અને TikTok સહિત 224 એપ્સ પર પ્રતિબંધથી ચીનને કેટલું નુક્સાન?

ટા સિક્યોરિટીની ચિંતાઓ અને 130 કરોડ ભારતીયોની પ્રાઈવસી સુરક્ષિત રાખવા માટે અત્યાર સુધી મોદી સરકારે (Modi Govt) TikTok, PUBG, UC બ્રાઉઝર, WeChat અને ShareIt સહિત 224 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી ચૂકી છે.

કહેવાય છે કે, આ ચાઈનીઝ એપ્સ (Chinese Apps) ભારતીય યુઝર્સ (Indian Users)થી લગભગ 200 મિલિયન ડૉલર એટલે કે 1,46,600 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરતા હતા. એકમાત્ર પબજી (PUBG)ના બંધ થવાથી ચીની કંપનીને લગભગ 100 મિલિયન ડૉલરનો આર્થિક ફટકો પડશે.

આ પણ વાંચો: Fake viral: PUBG પર પ્રતિબંધ બાદ રિલાયન્સ JioG લૉન્ચનો ફેક મેસેજ

કાઉન્ટર પૉઈન્ટ રિસર્ચના સીનિયર એનાલિસ્ટ પોવેલ નાઈયા કહે છે કે, તબક્કાવાર રીતે ભારત સરકારે ત્રણ વખતમાં ચાઈનીઝ એપ્સ પર રોક લગાવી દીધી છે. આ એપ્સ મારફતે ચીની કંપનીઓ પ્રત્યક્ષ રીતે ભારતીય યુઝર્સ પાસેથી લગભગ 200 મિલિયન ડૉલરની વાર્ષિક કમાણી કરી રહી હતી.

PUBGમાં ચાઇનીઝ કંપનીની ભાગીદારી

નોંધનીય છે કે ભારતે ડેટા સુરક્ષાના જોખમનો હવાલો આપી બુધવારે સૌથી લોકપ્રિય ગેમ પબજી સહિત 118 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. PUBGમાં ચાઇનીઝ કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની ભાગીદારી છે. જે એપ્સને બેન કરાઇ છે. તેમાં પબજી ઉપરાંત Baidu, કેકાર્ડ બિઝનેસ, વીચેટ રીડિંગ, વૂવ મીટિંગ-ટેનસેન્ટ વીડિયો કોન્ફ્રન્સિંગ, સ્માર્ટ એપ લોક, એપલોક સામેલ છે.

29 જૂને TikTok સહિત 59 એપ બંધ કરી હતી

કેન્દ્ર સરકારે અગાઉ 29 જૂને પણ મોટી કાર્યવાહી કરતા TikTok સહિત 59 ચાઇનીઝ એપ બંધ કરી દીધી હતી. તેના એક મહિના બાદ 29 જુલાઇએ મોદી સરકારે વધુ 47 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકી ચીનને વધુ અકે ફટકો આપ્એ હતો.

આ પણ વાંચો: પાસપોર્ટને લઈને તાઇવાનનું આ પગલું ચીનથી અલગ ઓળખ આપશે

29 જૂને ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતે  ચીન ની જે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં Tik tok, Cam scaner, Share It, Helo, Vigo Video, UC Browser, Club Factory, Mi Video Call-Xiaomi, Viva Video, WeChat અને UC News જેવી જાણીતી એપ્સ સામેલ હતી.

મહિના બાદ 47 એપ્સ પર પ્રતિબંધ મૂકયો

ટિકટોક સહિતની 59 ચાઈનીઝ એપ્સ બેન કર્યા બાદ 29 જુલાઇએ કેન્દ્ર સરકારે બીજી 47 ચાઈનીઝ એપ્સ બેન કરી દીધી હતી. આ તમામ એપ દેશની સુરક્ષા માટે જોખમકારક હોવાથી અને ચીન સરકારને ડેટા શેર કરતી હોવાથી તેને બેન કરવામાં આવી હવોનું મીડિયામાં જણાવાયું હતું.

બેન કરાયેલી તમામ ચાઈનીઝ એપ્સ અગાઉ બેન થયેલી ચાઈનીઝ એપ્સની ક્લોન એપ્સ હતી. એટલે પ્રતિબંધિત ચાઇનીજ એપ્સના તમામ ફીચર્સ આ એપ્સમાં હતા અને તે મૂળ ચીનથી ઓપરેટ થતી હતી.