Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાઈડસ દૂર્ઘટના: એક પિતાએ પોતાના ઘરનો ચિરાગ ગુમાવ્યો, બીજાની અંતિમ વિધિમાં આખું ગામ રડ્યું

રાઈડસ દૂર્ઘટના: એક પિતાએ પોતાના ઘરનો ચિરાગ ગુમાવ્યો, બીજાની અંતિમ વિધિમાં આખું ગામ રડ્યું

0
326

શાહબાઝ શેખ,અમદાવાદ: અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટતા 2 લોકોના મોત થયા હતા અને આ દૂર્ઘટનામાં 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં ભારે ભીડ જોવા મળી હતી જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળી હતી અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળક-મહિલાઓનો સમાવેશ થયો હતો. જ્યારે મૃતકમાં રાજપીપળાની એક મહિલા અને અમદાવાદ શાહેઆલમમાં રહેતા યુવકનું મોત થયું હતું. જેમાં બન્ને પરિવારે પોતાનાં ઘરની રોનક ગુમાવી હોય તેવું લાગી રહ્યું છે.

રવિવારે સાંજે કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઇડ તૂટી પડી અને બે સહેલાણીઓના મોત થયા હતા જેને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનામાં જે બે લોકોનું મોત થયું છે. જેમાં એક યુવતી અને એક યુવકનો સમાવેશ થાય છે.

મનાલી રજવાડી જે નર્મદાના તારોપાની વતની છે.મનાલી રજવાડીના લગ્ન થયા બાદ કોઇ કારણસર તેના પાંચ દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા અને આઘાતમાંથી બહાર નીકળવા માટે અમદાવાદ ફરવા આવી હતી પરંતુ તેને એ વાતની ખબર ન હતી કે તેની આ રાઈડની સવારી તેની જીંદગીની આખરી સવારી હશે.

મનાલીની અંતિમવિધિમાં આખું રાજપીપળા રડી પડયું હતુ ,અને તેના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી તો મેં ગુમાવી, પરંતુ હવે પછી કોઈની પણ દીકરી કે લાડકવાયો ના ગુમાવાય તે માટે તંત્રે પૂરતી તકેદારી રાખવી જોઇએ. ખાસ કરીને આવા રાઈડ ચલાવવામાં આવતા હોય તો આ રાઇડની મરમ્મત કરાવવી જોઈએ.

 

જયારે બીજી બાજુ એડવેન્ચર પાર્કમાં જીવ ગુમાવેલા મહમદ ઝૈદ આર મોમીનનો પરિવાર દાણીલીમડા વિસ્તારમાં ક્લીફટન ટાવરમાં રહે છે. પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ 22 વર્ષીય મહમદ ઝૈદ આર મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા તળાવમાં ફરવા આવ્યો હતો.22 વર્ષિય મહમદ ઝૈદ આર મોમીન જ્યારે રાઇડ્સમાં બેઠો ત્યારે તેને ખબર નહોતી કે તે દુનિયાની અને જીવનની છેલ્લી રાઇડ્સમાં બેસવા જઇ રહ્યો છે. રાઇડ જમીન ઉપર પટકાવવાની સાથે જ 22 વર્ષીય ઝૈદનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.આમ મામીન પરિવારનો એકનો એક કુળદિપક બુજાયો હતો. પરિવારમાં એકનો એક ભાઇ અને દીકરો ગુમાવતા મોમીન પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને શોકની લાગણી ફેલાઇ હતી.

કાંકરિયા દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, અનેક શહેરોમાં રાઈડ્સનું ચેકિંગ કરવાનો આદેશ