Gujarat Exclusive > યુથ > મનોરંજન > Once upon time in Mumbai: તૂટેલી ઓફિસ જોઇ કંગના અપસેટ થઇ, હાઇકોર્ટમાં સુનાવણી 12 દિવસ ટળી ગઇ

Once upon time in Mumbai: તૂટેલી ઓફિસ જોઇ કંગના અપસેટ થઇ, હાઇકોર્ટમાં સુનાવણી 12 દિવસ ટળી ગઇ

0
87
  • હાઇકોર્ટે કંગનાના વકીલને કહ્યું ઉતાવળ ન કરશો, સમય લઇ અરજી કરો
  • કંગનાએ હવે રહેણાકમાં ઓફિસ બનાવવા મંજૂરી લીધી કે નહીં પૂરવાર કરવું પડશે

મુંબઇઃકંગના રણૌત (Kangana Ranout)ગુરુવારે જ્યારે પાલીહિલ ખાતેની તેની તૂટેલી ઓફિસે પહોંચી ત્યારે તેને કદાચ પોતાની ફિલ્મ મુંબઇના એક સમયના ડોન હાજી મસ્તાન પર બનેલી ફિલ્મ Once upon time in Mumbaiનું ટાઇટલ યાદ આવી ગયું હશે. કંગના 45 કરોડના ખર્ચે બનેલી તેની મનીકર્ણિકા ઓફિસની વેરવિખેર હાલત જોઇ કંગના એકદમ અપસેટ થઇ ગઇ હતી. જ્યારે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી 22 સપ્ટેમ્બકર સુધી ટળી ગઇ છે.

અરજી વ્યવસ્થિત દાખલ કરવા કોર્ટની સુચના

બુધવારે મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ કંગનાની ઓફિસમાં નિયમો વિરુદ્ધ રિનોવેશન કરાયું હોવાનો હવાલો આપી 2 કલાક સુધી ભારે તોડફોટ કરી હતી. આ મામલે હાઇકોર્ટમાં આજે ગુરુવારે સુનાવણી થવાની હતી. પરંતુ કોર્ટે 22મી સુધી ટાળી દીધી. કોર્ટે કંગનાના વકીલને કહ્યું કે આ કેસની અરજી ઉતાવળમાં દાખલ કરાઇ છે. તેથી સમય લઇ સારી રીતે અરજી ફાઇલ કરવા સુચના આપી છે.

ગુરુવારે ઘેરથી નીકળી રંગોલી સાથે ઓફિસે પહોંચી

પાલીહિલની મનીકર્ણિકા નામની ઓફિસ કંગનાની સપનાની ઓફિસ હતી. પરંતુ સત્તાધીશોએ કરેલી તેની ઓફિસના હાલત જોઇ કંગના દુઃખી થઇ ગઇ હતી. ગુરુવારે કંગના બહેન રંગોલી સાથે ઘેરથી નીકળી સીધી ઓફિસે પહોંચી હતી. તેની ગાડી જેવી ઓફિસે પહોંચી સૌથી પહેલાં રંગોલી કારમાંથી ઊતરી ઓફિસમાં ઘૂસી હતી. જ્યારે કંગના કારમાં થોડી વાર બેસી રહી અંદરથી જ ઓફિસના કાટમાળને જોતી રહી હતી.
થોડી વાર પછી કારમાંથી નીકળી કંગના ઓફિસમાં ગઇ હતી અને વારાફરતી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરની ચકાસણી કરી હતી. 15-20 મિનિટ સુધી ત્યાં રહ્યા બાદ કશું જ બોલ્યા વિના કંગના કારમાં બેસી સીધા ઘેર રવાના થઇ ગઇ હતી.

22મી સુધી ઓફિસ યથાસ્થિતિ રહેશેઃ હાઇકોર્ટ

કંગનાની ઓફિસમાં તોડફોડ મામલે આજે ગુરુવારે વીડિયો કોનફ્રન્સિંગથી સુનાવણી થવાની હતી. પરંતુ કોર્ટે કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીને જણાવ્યું કે,
“તમે ઉતાવળમાં અરજી દાખલ કરી છે. થોડો સમય લો. પછી સારી રીતે ફાઇલ કરો. તેના પર 22 તારીખે સુનાવણી થશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે 22મી ઓફિસેમાં વધુ તોડફોડ નહીં કરાય તે રિનોવેશન પણ નહીં થાય. એટલે સુધી કે ઓફિસમાં કપાયેલો વીજળી અનો પાણી પુરવઠો પણ બહાલ નહીં કરવા એટલે કે યથાસ્થિતિ રાખવામાં આવશે.

રહેણાક વિસ્તારમાં ઓફિસની મંજૂરી પુરવાર કરવી પડશે

કોર્ટમાં BMCએ દલીલ કરી હતી કે આ કોમર્શિયલ પ્રોપર્ટી છે. તેની સામે કંગનાના વકીલે કહ્યું હતું કે એ રહેણાક વિસ્તાર છે. પહેલાં અહીં એક બંગલો હતો. કંગનાએ ખરીદી ત્યાં ઓફિસ બનાવી હતી. ત્યારે કોર્ટે બીએમસી અને રિઝવાન સિદ્દિકી બંનેને કહ્યું કે ઉતાવળ ન કરો. પહેલાં રિઝવાન સારી રીતે અરજી દાખલ કરે પછી બીએમસી તેનો જવાબ આપશે. ઘણા સુધારા થયા છે. તે બધા દસ્તાવેજ તેમાં સામેલ કરો હવે કંગનાના વકીલને કોર્ટમાં દસ્તાવેજ રજૂ કરવા પડશે. અને પુરવાર કરવું પડશે કે કંગનાએ રહેણાક વિસ્તારમાં ઓફિસ શરુ કરવા માટે મંજૂરી લીધી હતી કે નહીં? તેમજ વીજળી અને પાણીનું બિલ કોમર્શિયલ દરે ભરાય છે કે નહીં?

CMના અપમાન બદલ કંગના સામે FIR

દરમિયાન કંગના સામે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંગનાએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સામે અપમાનજનક ભાષોનો ઉપયોગ કર્યો. ફરિયાદમાં કંગનાની ટ્વીટ્સ પણ એટેચ કરવામાં આવી છે. સાથે કંગનાના વીડિયોનો પણ ઉલ્લેખ છે.

નોટિસ આપી સમય આપ્યા વિના ઘરમાં ધૂસી ન શકાયઃ વકીલ

કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ કહ્યું કે,

“અમે સંપૂર્ણ તૈયારી સાથે કોર્ટમાં જઇ રહ્યા છે. કોર્ટમાં પુરો પક્ષ રાખીશું. તમે નોટિસ આપી સમય આપ્યા વિના કોઇના પણ ઘરમાં કે ઓફિસમાં ઘૂસી શકો નહીં. બીએમસી જૂઠ બોલી રહ્યું છે. ત્યાં રિનોવેશન ઘણા સમય પહેલાં પુરું થયેલુ હતું. નવું રિનોવેશન ચાલું નહતું.”

“તમે 10.25 કલાકે નોટિસ ચોંટાડો છો અને 10.35 કલાકે તમારા માણસો જેસીબી અને હથોડા લઇને પહોંચી જાય છે. તમે દાદાગીરી કરી, ધમકી આપી અંદર ઘૂસી જાવ છો.”

“આશરે 2 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. અંદર જે સ્થળાંતરિત ફર્નિચર હતું, જેવા કે પેઇન્ટિંગ્સ લાઇટ્સ તેને પણ તોડી નાંખવામાં આવ્યું છે. કોઇ પણ સિવિક બોડી મૂવેબલ ઓબજેક્ટ તોડતી નથી.”

BMCનો દાવોઃ કંગનાની ઓફિસ રહેણાક વિસ્તારમાં

બીએમસીના અધિકારીઓએ નોટિસ આપ્યાના 2 કલાક બાદ કંગનાની ઓફિસમાં કાર્યવાહી કરી હતી. નોટિસમાં કહેવાયું હતું કે કંગનાની ઓફિસ રેસિડેન્સિયલ બિલ્ડિંગમાં છે અને તેમાં નિયમો વિરુદ્ધ રિનોવેશન કરવામાં આવ્યું છે. બીએમસીએ દાવો કર્યો કે માત્ર ગેરકાયદે બનાવાયેલો ભાગ જ તોડવામાં આવ્યો છે. જ્યારે કંગનાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેની ઓફિસ 24 કલાકમાં અચાનક ગેરકાયદેસર થઇ ગઇ. તેમાં ફર્નિચરની સાથે બધુ જ તોડી નાંખવામાં આવ્યું છે.

BMCના એક્શનમાં દુર્ભાવનાની ગંધઃ કોર્ટ

બોમ્બે હાઇકોર્ટે કંગનાની ઓફિસમાં તોડફોટની કાર્યવાહીને ખોટી ગણાવી અને કહ્યું કે તેમાં દુર્ભાવનાની ગંધ આવી રહી છે. કંગનાના વકીલે પણ કહ્યું છે કે નોટિસ આપ્યા બાદ મુદ્દત આપવામાં નહીં. કંગનાએ 7 દિવસની મુદ્દત માગી હતી. નોટિસ તેમની ઓફિસના બહાર ચોંટાડ્યાના બે દિવસ બાદ જ કાર્યવાહી કરી દેવાઇ.