Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ફરી એક વાર VNSGUના કુલપતિના બોગસ નામે ઈમેલ કરાયા

ફરી એક વાર VNSGUના કુલપતિના બોગસ નામે ઈમેલ કરાયા

0
49
  • કુલપતિના નામે ફરી એક વખત બોગસ ઈમેલ આઈડી બનાવાયું
  • માત્ર ઇ મેઈલ બોગસ નહીં હતા પરંતુ આખી ઇમેઇલ આઇડી બોગસ બનાવાઇ

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નામે ફરી એક વખત બોગસ ઈમેલ આઈડી બનાવી કર્મચારીઓ સહિતના લોકોને મેઈલ કરવામાં આવ્યો છે. જો કે આ અંગે ઇન્ચાર્જ કુલપતિને જાણ થતાં તેમને પોતાના દ્વારા મેઈલ ન કરાયા હોવાનું જણાવી પોલીસ કાર્યવાહી માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપિત ડો. હેમાલી દેસાઇના નામે યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરોને મેઇલ કર્યા હતા. જો કે તપાસ કરતાં જાણવા મળ્યું કે જે મેઈલ કરવામાં આવ્યા છે, તે કોઈ અજાણ્યા વ્યક્તિએ બોગસ ઇમેઇલ આઈડી બનાવી કર્યા હતાં. આ અંગે ડો હેમાલી દેસાઇ જણાવ્યું હતું કે, ‘મારા નામ વાળી [email protected]ની બોગસ આઈડી બનાવવામાં આવી હોવાનું મારા ધ્યાને આવ્યું હતી.’

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના વેસ્ટ વિયર આયોજનથી આદિવાસીઓ ખફા, ભાજપ સાંસદે મૂકી આ માંગ

મહત્વનું છે કે માત્ર ઇ મેઈલ બોગસ નહીં હતા પરંતુ આખી ઇમેઇલ આઇડી બોગસ બનાવવામાં આવી છે. જેથી મેં તાત્કાલીક મારા સાચા મેઇલ આઇડીની જાણકારી તમામને આપી છે. આ અંગે સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

અહીં એ પણ મહત્વનું છે કે આ ઘટના પહેલી વખતની નથી અગાઉ પણ પૂર્વ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના સમયગાળામાં પણ બે – બે વખત બોગસ આઇડી બનાવી એમઝોન વાઉચર ડાઉનલોડ કરવાના મેઇલ કરવામાં આવ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિના નામે જે બોગસ મેઇલ કરવામાં આવ્યા હતા તે અને હાલના કુલપતિના નામે કરવામાં આવેલા બન્ને ઇમેઇલ  [email protected] એક જ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ જંગલો પુનઃ જીવિત કરવાના સરકારના પ્રયાસને છોટુ વસાવાએ આદિવાસીઓનો વિનાશ ગણાવ્યો