Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેલવે મુસાફરો માટે ખુશખબર: અમદાવાદની બે ટ્રેનોમાં ઓન બોર્ડ શૉપિંગનો મળશે લાભ

રેલવે મુસાફરો માટે ખુશખબર: અમદાવાદની બે ટ્રેનોમાં ઓન બોર્ડ શૉપિંગનો મળશે લાભ

0
344

અમદાવાદથી શરૂ થનારે ટ્રેન નંબર 12933/12934 ડબલ ડેકર અને ટ્રેન નંબર 12931/12932 કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં આગામી સપ્તાહથી ઓનબોર્ડ શૉપિંગની સુવિધા શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા રેલવે મુસાફરો ચાલતી ટ્રેનમાં પણ ખરીદી કરી શકશે. હાલ આ પ્રોજેક્ટ ત્રણ માસ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે.

જો રેલવે મુસાફરો દ્વારા સકારાત્મક પ્રતિક્રિયા મળશે, તો અન્ય ટ્રેનોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવી શકે છે. આ ટ્રેનોમાં ઘરેલુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, ત્વચા અને વાળની સારસંભાળ માટેના ઉત્પાદનો, કૉસ્મેટિક્સ, પેપર પ્રોડક્ટ્સ, સ્વાસ્થ્ય સબંધિત ઉત્પાદ જેવા કે મલમ, બામ, કફ સિરપ, ચ્યવન પ્રાસ, ચોકલેટ અને રમકડા વેચી શકાશે.

અમદાવાદ મંડળના રેલ પ્રબંધક દીપક કુમાર ઝાએ જણાવ્યું કે, ડબલ ડેકર અને કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ મંડળની ટ્રેનો છે. આ એવી ટ્રેનો છે, જે દિવસે અવરજવર કરે છે, જેથી મુસાફરોને ખરીદી કરવામાં સરળતા રહેશે. ટ્રેનોમાં બે વેન્ડર હશે, જે દરેક કોચમાં ફરી-ફરીને વસ્તુઓનું વેચાણ કરી શકશે. આ વેન્ડર માટે વિશેષ યુનિફોર્મ હશે અને તમામ વસ્તુઓ નક્કી કરેલ કિંમત પર વેચાણ કરી શકશે. તેમની પાસે વસ્તુઓની યાદી હશે, જેથી મુસાફરોને વસ્તુઓના ભાવ જોઈને તેની ખરીદી કરી શકશે. જે વસ્તુઓની કિંમત નક્કી કરેલી હશે, તેનાથી વધારે કિંમત વેન્ડર નહીં લઈ શકે. આ સુવિધાથી મુસાફરોના ગુણવત્તાયુક્ત પ્રોડ્ક્ટ વ્યાજબી ભાવે તો મળશે, પરતું રેલવેની આવકમાં પણ વધારો થશે.

ગુજરાત પોલીસ બેડામાં TikTokનું ભૂત, મહેસાણા DySp મંજિતા વણઝારાનો પણ વિડિયો વાયરલ