Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ફરીથી વિવાદમાં, 3 સગીરાઓ ફરાર

ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ફરીથી વિવાદમાં, 3 સગીરાઓ ફરાર

0
367

ઓઢવ વિસ્તારમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ ફરીવાર વિવાદમાં આવ્યું છે. નારીગૃહમાં આવેલા ચિલ્ડ્રન ગર્લ્સ હોમમાંથી 20 દિવસ પહેલા ત્રણ સગીરાઓ ફરાર થઈ હતી. જે બાબતે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે હજુય એ સવાલ ઉભો થાય છે કે કેમ સંચાલકો વારંવાર બેદરકારી દાખવે છે અને સગીરાઓ ફરાર થઈ જાય છે.

ઓઢવમાં આવેલ નારી સંરક્ષણ ગૃહના ઇન્ચાર્જ અધિક્ષક જાગ્રૃતિબેન રાવળે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી 3 સગીરાઓ 3જી જુલાઈના રોજ સાંજના સમયે કમ્પાઉંડની દીવાલ કૂદીને ભાગી ગઈ હતી.

જે તે સમયે સંચાલકો પોલીસમાં જાણ કરી હતી, પરંતુ ત્રણે સગીરાઓ મળી ન આવતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રીજી જુલાઇના રોજ સાંજના સમયે 16 સગીરાને બહાર કમ્પાઉંડમાં હરવા ફરવા બહાર કાઢી હતી તે સમયે 3 સગીરાઓ નજર ચુકવીને કમ્પાઉંડની દિવાલ કુદીને ફરાર થઇ ગઇ હતી.

આઇ ડીવીઝનના એસીપી એન એલ દેસાઇએ જણાવ્યું કે ફરાર થયેલ ત્રણ સગીરા પૈકી 15 વર્ષિય બે સગીરાઓને રાજકોટની સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાંથી એક મહિના પહેલા જ ઓઢવના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં લાવવામાં આવી છે, જ્યારે 16 વર્ષિય સગીરાને કાલુપુર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક મારફતે 2જી જુલાઇના રોજ ઓઢવમાં મુકવામાં આવી હતી.

અને એક દિવસમાં ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ફરાર થઇ ગયા હતા. હાલ ઓઢવ પોલીસે ત્રણે સગીરાને શોધખોળ શરૂ કરી. પરંતુ ઓઢવ નારીસરંક્ષણ ગૃહમાંથી અવાર નવાર સગીરાઓ ફરાર થઇ રહી છે તેની સામે જવાબદાર અઘિકારીઓ વિરુદ્ધ પગલા ભરાય તો આ ઘટનાઓ અટકી શકે છે

ગુજરાત યૂનિવર્સિટીના કારણે ડૉક્ટરોના ભવિષ્યની ‘બત્તી ગુલ’