Gujarat Exclusive > દેશ-વિદેશ > આજે બ્રિક્સની બેઠક યોજાશેઃ અજીત ડોભલ ચીનના NSAને મળી શકે

આજે બ્રિક્સની બેઠક યોજાશેઃ અજીત ડોભલ ચીનના NSAને મળી શકે

0
72

નવી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા એલએસીના તનાવની વચ્ચે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (nsa) આજે બેઠક યોજવાના છે.

આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (nsa) ભાગ લેવાના છે. આ બેઠક વર્ચ્યુઅલ (virtual) એટલે કે વિડીયો કોન્ફરન્સિંગ (video conferencing) દ્વારા થશે. ચીનની સાથે હાલમાં ભારતનો સરહદી વિવાદ ચાલી રહ્યો છે તે જોતા ભારત માટે આ બેઠક ઘણી મહત્ત્વની છે. તેનું કારણ એ છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (nsa) અજીત ડોભલ અને ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (nsa) યાંગ જીઇચી આજે આમને -સામને થશે.

બ્રિક્સ દેશોની બેઠકમાં દ્વિપક્ષીય એજન્ડા નક્કી નહી થાય

આ બેઠકનું યજમાનપદ રશિયા કરી રહ્યુ છે. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોની આજની nsa બેઠકમાં વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સલામતીને લઈને સર્જાયેલા ભય અને પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ લડાખ સરહદી વિવાદ, સરહદ પર તનાવ ઘટાડવાની જવાબદારી ભારતની છેઃ ચીન

રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી નિકોલાઇ પેશ્ચેવ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરશે. આ બેઠકમાં ભારત અને ચીનના એનએસએ (nsa) પર સરહદ પર ચાલતા વિવાદને લઈને કોઈ વાતચીત થશે કે નહી તે હજી સુધી સ્પષ્ટ નથી. જો કે જાણકારોના કહેવા મુજબ આ બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દાને લઈને કોઈ ચર્ચા નહી થાય. ફક્ત એવા જ મુદ્દા પર વાત થશે જેનો એજન્ડા પહેલેથી નક્કી છે.

ભારત-ચીન ત્રીજા પક્ષની મધ્યસ્થતાના પક્ષધર નહીં

ભારત અને ચીન પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સરહદના વિવાદને લઈને તે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાને સામેલ નહી કરે. આ મહિનાના પ્રારંભમાં વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિક્સની બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં આ દેશોના વિદેશ મંત્રી એકત્રિત થયા હતા. હવે આગામી બેઠક ઓક્ટોબરમાં થશે, પરંતુ તેની તારીખ જાહેર થઈ નથી.

આ પણ વાંચોઃ ચીનની કથની અને કરણીમાં અંતર પણ ભારત તૈયારઃ રાજનાથસિંહ

ઉલ્લેખનીય છે કે સરહદ પરની મડાગાંઠનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. બંને દેશોની સેનાઓ એકબીજાની સામે ઊભી છે. બંને દેશના વિદેશપ્રધાનો વચ્ચેની બેઠકમાં પાંચ સૂત્રીય ફોર્મ્યુલા નક્કી થયા પછી પણ આ સ્થિતિ છે.

ચીનનું કહેવું છે કે યુદ્ધ ટાળવા માટે આ એકસૂત્રીય ફોર્મ્યુલાનો અમલ કરવાની જવાબદારી ભારતના શિરે છે. આમ હવે તેણે બોલ ભારતની કોર્ટમાં નાખ્યો છે. તેની સામે ભારતનો જવાબ છે કે ચીને સરહદ પરની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે, તેથી તેણે પહેલા તો એપ્રિલ વખતે સરહદ પર જે સ્થિતિમાં પરત આવવું જોઈએ તો જ તનાવમાં ઘટાડો થશે.