Gujarat Exclusive > દેશ-વિદેશ > NRC: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કહ્યું, ભારત દુનિયાની શરણાર્થી રાજધાની ના બની શકે

NRC: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કહ્યું, ભારત દુનિયાની શરણાર્થી રાજધાની ના બની શકે

0
283

કેન્દ્ર અને અસમ સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ને અંતિમ રૂપ આપવા માટે 31 જૂલાઈની સમયસીમાં વધારવાનો અનુરોધ કર્યો.

સરકારે એનઆરસીમાં ખોટી રીતે લોકોના નામ સામેલ કરવા અને બહાર રાખવાનો આરોપ લગાવીને સમયસીમા વધારવાનો અનુરોધ કર્યો.

કેન્દ્ર સરાકેર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠને જણાવ્યું કે, ભારત દુનિયાની શરણાર્થી રાજધાની બની શકે નહીં.

કેન્દ્ર અને રાજ્ય સરકારે એનઆરસીમાં સામેલ નાગરિકોના નમૂનાઓના સત્યાપનનો પણ અનુરોધ કર્યો. તેમને કહ્યું કે, બાંગ્લાદેશ નજીક આવેલ જિલ્લાઓમાં સ્થાનિક અધિકારીઓની મીલીભગતના કારણે લાખો લોકોને ખોટી રીતે અસમથી એનઆરસીમાં સામેલ કરવામાં આવ્યા છે.


ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ રોહિંગ્ટન નરીમનની પીઠે કેન્દ્ર અને અસમ સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાની આ દલીલોને ધ્યાનમાં લઈને કહ્યું કે, તેમને એનઆરીસીમાં ખોટી રીતે સામેલ અથવા બહાર રાખવામાં આવેલ નાગરિકોના 20 ટકા નમૂના લેવાની પરવાનગી આપવામાં આવે.

પીઠે એનઆરસીના બીલમાં નમૂનાના આધાર પર સર્વેક્ષણ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અરજીઓને 23 જૂલાઈએ સૂચીબદ્ધ કરી છે. સુપ્રીમ કોર્ટે પહેલા જ અસમમાં એનઆરસીના અંતિમ પ્રકાશન માટે 31 જૂલાઈની સમયસીમા નિર્ધારિત રાખી છે.

સોલિસીટર જનરલ મહેતાએ પીઠને અનુરોધ કરતાં કહ્યું, કૃપા કરીને અસમ એનઆરસીના અંતિમ પ્રકાશનનો સમયગાળો 31 જૂલાઈથી બીજી તારીખ માટે નિર્ધારિત કરવામાં આવે. તે ધારણા બળ પકડી રહી છે કે, એનઆરીસના બીલમાં ખોટી રીતે કેટલાક નામ જોડવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં કેટલાક નામ સામેલ કરવામાં આવ્યા છે.

મહેતાએ કહ્યું, ભારત વિશ્વની શરણાર્થી રાજધાની ના બની શકે અને નમૂનાની ચકસણીના માધ્યમથી એનઆરસીની સૂચી પર નવેસરથી ધ્યાન આપવાની જરૂરત છે.

સોલિસીટર જનરલે તે પણ દાવો કર્યે કે, સ્થાનીક અધિકારીઓની સંલિપ્તતાના કારણે બાંગ્લાદેશની સીમા નજીક આવેલ જિલ્લાઓમાં ખોટી રીતે લાખો લોકો એનઆરસીમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેકનિય છે કે, અસમ માટે એનઆરસીનો પ્રથમ ડ્રાફ્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પર 31 ડિસેમ્બર 2017 અને એક જાન્યુઆરી 2018 દરમિયાન રાત્રે પ્રકાશિત થયો હતો. તે સમયે 3.29 કરોડ આવેદનકર્તાઓમાંથી 1.9 કરોડ લોકોના નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, 20મી સદીની શરૂઆતમાં બાંગ્લાદેશથી અસમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. અસમ એકમાત્ર રાજ્ય છે, જ્યાં એનઆરસી છે, જેને સૌથી પહેલા 1951માં તૈયાર કરવામાં આવ્યો હતો.

આજમ ખાન પર ખેડૂતોની જમીન પડાવી લેવાનો આરોપ, સત્તાવાર રીતે ભૂ-માફિયા જાહેર