Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગનાનો હવે સનિયા ગાંધી પર હુમલોઃ કોંગ્રેસ અધ્યક્ષાના મૌન પર કર્યો વાર

કંગનાનો હવે સનિયા ગાંધી પર હુમલોઃ કોંગ્રેસ અધ્યક્ષાના મૌન પર કર્યો વાર

0
100
  • મારી સાથેના વર્તાવ અંગે તમારા મૌન માટે ઇતિહાસ ફેસલો કરશેઃ કંગના
  • બાળાસાહેબ આજે હોત અને શિવસેનાની હાલત જોઇ શું કહેત?

મુંબઇઃ બોલીવૂડ ક્વીન કંગના રણૌત 45 કરોડની ઓફિસ બરબાદ થઇ જતા બરાબરની છંછેડાઇ છે. તેણે શુક્રવારે શિવસેના અને તેના વડા ઉદ્ધવ ઠાકરેનો ઉધડો લેતા-લેતા બાણ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી તરફ વાળી દીધા. કંગનાએ ઉપરા ઉપરી ત્રણ ટ્વીટ કરી સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા. તેણે કહ્યું કે મારી સાથેના વર્તાવ અંગે તમારા મૌન માટે ઇતિહાસ ફેસલો કરશે.

આ પણ વાંચોઃ Once upon time in Mumbai: તૂટેલી ઓફિસ જોઇ કંગના અપસેટ થઇ, હાઇકોર્ટમાં સુનાવણી 12 દિવસ ટળી ગઇ

કંગના રણૌતે આ વિવાદમાં હવે કોંગ્રેસના સાધવાની કોશીશ કરી છે. તેણે ત્રણ ટ્વીટમાં કોંગ્રેસના બહાને શિવસેનાનો ટોણો માર્યો સાથે સોનિયા ગાંધી (Sonia Gandhi)ને આ મામલે દખલ કરવા પડકાર કર્યો. કંગનાએ કહ્યું કે શું સોનિયા ગાંધી તેની સાથે થયેલા વર્તન અંગે કંઇ બોલશે?

બાળાસાહેબ ઠાકરેનો જુનો વીડિયો શેર કર્યો

કંગનાએ પહેલી ટ્વીટમાં શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેને યાદ કર્યા અને તેમનો જૂનો વીડિયો શેર કરીને શિવસેનાની આજની સ્થિતિ પર ટોણો માર્યો. તેણે લખ્યું કે,

” મારા પંસદગીના આદર્શોમાંના એક મહાન બાળાસાહેબ ઠાકરેનો સૌથી મોટો ડર એ જ હતો કે શિવસેના કોઇ દિવસે ગઠબંધન કરી લેશે અને કોંગ્રેસ બની જશે. હું જાણવા માંગુ છું કે આજે તેમને પોતાની પાર્ટીની હાલત જોઇ કેવી લાગણી થાત?”

આ પણ વાંચોઃ કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ

સોનિયા ગાંધીને પુછ્યું તમને ગુસ્સો કેમ આવ્યો?

અભિનેત્રીએ બીજી ટ્વીટમાં લખ્યું કે,

” માનનીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજી, શું મહારાષ્ટ્રમાં તમે પોતાની સરકાર દ્વારા મારી સાથે કરાઇ રહેલા વ્યવહારથી ગુસ્સે નથી? શું તમે પોતાની સરકારના ડોક્ટર આંબેડકરે બનાવાયેલા બંધારણના સિદ્વાંતોનું પાલન કરવાનું નહીં કહો?”

તમારી સરકારમાં મહિલાઓનું શોષણ?

ત્રીજી ટ્વીટમાં કંગનાએ લખ્યું કે,

“તમે પશ્ચિમમાં જન્મ્યાં છો અને અહીં ભારતમાં રહ્યાં છો. તમને મહિલાઓના સંઘર્ષ વિષે ખબર હશે. જ્યારે તમારી સરકારમાં મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને કાયદો -વ્યવસ્થાની મજાક ઊડાવાઇ રહી છે. ત્યારે તમારા મૌનનું ઇતિહાસ મુલ્યાંકન કરશે મને આશા છે કે તમે આ મામલે દખલ કરશો.”

આ પણ વાંચોઃ ઓફિસ તોડ્યા બાદ BMCની નજર હવે કંગનાના ઘર પર, ક્વીન વિફરી- ઉદ્વવ ઠાકરે અને કરણ જોહરને ઊઘાડા પાડીશ

નોંધનીય છે કે કંગનાએ થોડા દિવસ પહલાં સુશાંત સિંહની આત્મહત્યા મામલે મુંબઇની પાક. કબજા હેઠળના કાશ્મીર (POK) સાથે કરી હતી. ત્યારે બાદ શિવસેનાએ તેની વિરુદ્ધ હુમલો શરુ કર્યો હતો. હવે વિવાદ એટલો વધી ગયો છે કે ટોક ઓફ ધ નેશન બની રહ્યો છે.