Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કોરોના પોઝિટિવ, બે દિવસ પહેલા જ સંસદ પહોંચ્યા હતા

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કોરોના પોઝિટિવ, બે દિવસ પહેલા જ સંસદ પહોંચ્યા હતા

0
76
  • ટ્વિટર પર કેન્દ્રીય મંત્રી (Nitin Gadkari)એ જાણકારી આપી

  • નિતિન ગડકરી 14 સપ્ટેમ્બરે મોનસૂન સત્રના પ્રથમ દિવસે સંસદ પહોંચ્યા હતા

  • હાલ નિતિન ગડકરીએ પોતાના આઇસોલેટ કર્યા છે

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમણે આ જાણકારી ટ્વિટર પર શેર કરી છે. મંગળવારે નબળાઇ અનુભવાયા પછી, તેમણે ડોક્ટરની સલાહ બાદ કોરોના તપાસ કરાવી હતી, જેનો પોઝિટિ આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)ના રિપોર્ટ આવ્યા પછી પોતાને આઇસોલેટ કર્યા છે. સાથે જ જણાવ્યું કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય, તેઓ સાવચેત રહે અને પ્રોટોકોલનું પાલન કરે. નિતિન ગડકરી (Nitin Gadkari) 14 સપ્ટેમ્બરે મોનસૂન સત્રના પ્રથમ દિવસે સંસદ પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: તાતા પ્રોજેક્ટ કરશે નવી સંસદ ભવનનું નિર્માણ, ₹ 861.90 કરોડમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો

નિતિન ગડકરી (Nitin Gadkari)એ ટ્વીટ કરતા લખ્યું કે,
“કાલે મને મારા શરીરમાં નબળાઇ જેવું અનુભવાયું, પછી ડોક્ટર પાસેથી સલાહ લીધી. મને તપાસ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો. તમારા બધાના આશિર્વાદ અને શુભેચ્છાઓ સાથે હું અત્યારે મને સારું લાગે છે. મેં મારી જાતને આઇસોલેટ કરી લીધું છે.”

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં સંસદનો મોનસૂન સત્ર સોમવારે શરૂ થઇ ગયો છે. આ ખતરનાક સંક્રમણને જોતા ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી બંને ગૃહના કેટલાક સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે રાત્રે દિલ્હીના એઇમ્સમાં દાખલ થયા છે. અગાઉ 18 ઓગસ્ટે અમિત શાહ કોવિડ-19થી સાજા થઇ આગળની સારવાર માટે એઇમ્સમાં દાખલ થયા હતા. અમિત શાહ 12 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારબાદ તેમને 31 ઓગસ્ટે રજા આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: બાબરી ધ્વંસનો 28 વર્ષે 30 સપ્ટેમ્બરે ચુકાદો, અડવાણી સહિત 32 આરોપીને હાજર રહેવાનો આદેશ

રવિવારે એઇમ્સના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુ કે અમિત શાહને ડિસ્ચાર્જના સમયે સલાહ આપવામાં આવી હતી, તે મુજબ સંસદ સત્ર શરૂ થવા પહેલા તેમને સંપૂર્ણ ચેકઅપ માટે એકથી બે દિવસ માટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.