Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > NIEM કોલેજ માન્યતા મામલે વિદ્યાર્થી સેનાએ ગુજ.યુનિના કુલપતિ પાસે માંગ્યો ખુલાસો

NIEM કોલેજ માન્યતા મામલે વિદ્યાર્થી સેનાએ ગુજ.યુનિના કુલપતિ પાસે માંગ્યો ખુલાસો

0
495

NIEM (નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ) કોલેજ, અમદાવાદને ગુજરાત યુનિવર્સિટી દ્વારા “માન્યતા”નો વિવાદ વકરતા શિવસેનાની વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થી સેના દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા તેમજ રજિસ્ટારને 7 દિવસમાં ખુલાસો આપવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. વિદ્યાર્થી સેના દ્વારા કુલપતિને આવેદન પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, જ્યારે NIEM સામે ગંભીર પ્રકારના આરોપો પૂર્વમાં થયેલ છે, તેમજ બોગસ ડિગ્રી આપવાના કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ક્યાં ધારા-ધોરણ પ્રમાણે NIEMને રેકગનાઈઝ કર્યું?

વિદ્યાર્થી સેનાની રજૂઆત પ્રમાણે, નેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ, મુંબઇથી સંચાલિત થતી ઇવેન્ટ મેનેજમેન્ટની કોલેજ છે, જે UGC (યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના ધારા ધોરણોને નેવે મુકી સરે આમ ડિગ્રી તેમજ સર્ટિફિકેટના વેપાર કરે છે. આ સંસ્થા પોતે એશિયાની પ્રથમ ઇવેન્ટ મેનેજમેન્ટ કોલેજ હોવાની મોટી મોટી જાહેરાતો અખબારોમાં આપી સામાન્ય જનતાને ભ્રમિત કરી લાખો રૂપિયામાં ડિગ્રી તેમજ સર્ટિફિકેટ આપવાનું કામ કરે. આ સંસ્થા ડિપ્લોમા ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ, એડવર્ટાઇઝિંગ ઇન મિડિયા મેનેજમેન્ટ જેવા ઢગલા બંધ કોર્સનું સંચાલન કરીને કોર્સની ફી પેઠે માસૂમ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી લાખો રૂપિયા પડાવવાનું તરકટ રચે છે.

વિદ્યાર્થી સેનાના ગુજરાત એકમના વિષ્ણુ દેસાઈએ જણાવ્યું કે, UGC તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આ સંસ્થા વિરૂદ્ધ સંગીન અપરાધના કેસો ચાલી રહ્યા છે, તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ સંસ્થા વિરૂદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજ્સ્થાન સરકાર તેમજ UGCને નોટિસ આપવામાં આવી છે. આવી સંસ્થાને જો ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેકગનાઈઝ આપવામાં આવે છે, તો તે તપાસનો વિષય છે અને આ તરકટમાં સામેલ દરેક જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા