Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > NIAનું ગોધરામાં સફળ ઓપરેશન, ISI માટે જાસૂસી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

NIAનું ગોધરામાં સફળ ઓપરેશન, ISI માટે જાસૂસી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

0
103
  • ગોધરાનો ઈમરાન ગિતેલી પાકિસ્તાની ISIનો એજન્ટ નીકળ્યો

  • નેવીના બે ખલાસીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને NIAની રડારમાં આવ્યો

ગોધરા: પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરાના એક રિક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ધરપકડ કરવામાં આવેલા રિક્ષા ચાલક પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) માટે જાસૂસી કરવાનો આરોપ છે.

નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમે (NIA) ગોધરા પોલીસી સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસની મદદથી આરોપી ઈમરાન ગિતેલીની સોમવારે રાત્રે ધરપકડ કરી હતી. આરોપી ઈમરાન ગોધરાના પોલન બજાર નજીક ફળિયામાં રહેતો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઈમરાન પર વિશાખાપટ્ટનમ ભારતીય નૈ સેના અને સબમરીનની અત્યંત સંવેદનશીલ માહિતી એકઠી કરીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સુધી પહોંચવાનો આરોપ છે. જાસૂસીના ષડયંત્રમાં ગોધરાના ઈમરાન ગિતેલીની મુખ્ય ભૂમિકાનો ખુલાસો થ્યો છે.

4 સંતાનોનો પિતા એવો ઈમરાન રિક્ષા ચલાવવા ઉપરાંત પાકિસ્તાનથી લેડિઝ ડ્રેસ મટીરિયલ ઈમ્પોર્ટ કરીને તેનું વેચાણ પણ કરતો હતો. અગાઉ 5 વખત તે પાકિસ્તાન પણ જઈ આવ્યો હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની જાસૂસો તરફથી કામ પૂરૂ કરવા માટે ઈમરાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: IPL 2020: 120 દેશોમાં થશે લાઈવ ટેલિકાસ્ટ, આ 8 પ્રાદેશિક ભાષામાં હશે કૉમેન્ટ્રી

NIAની ટીમ તરફથી ગોધરામાં આવેલા ઈમરાનના ઘરની તપાસ કરવા દરમિયાન અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યાં છે. હવે આ સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે.

લૉકડાઉન દરમિયાન પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને ઈમરાન તરફથી રૂપિયાની મદદ કરવાનો ખુલાસો પણ થયો છે. હાલ ઈમરાનના બેંક એકાઉન્ટની તપાસ પણ NIAની એક ટીમ દ્વારા કરવામાં આવી છે.

કેવી NIAની નજરે ચડ્યો?
સુત્રો અનુસાર, ગિતેલી પાસે હવાલા મારફતે રૂપિયા આવ્યા હતા. જે પૈકી નેવીના બે ખલાસીઓના ખાતામાં 9 હજાર જમા કરાવ્યા હતા. NIAના ધ્યાનમાં આ ટ્રાન્જેક્શન આવી જતા, તે નજરે ચડ્યો હતો. NIAની એક ટીમ સતત તેના પર નજર રાખી રહી હતી. હાલ ગિતેલીને હૈદરાબાદ લઈ જવાયો છે. જ્યાં તેની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. (Image Caption:- ફાઈલ ફોટો)