Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > LICની બેસ્ટ પોલિસી! પ્રતિદિવસ માત્ર 9 રૂપિયા ખર્ચો અને મળવો 4.45 લાખ રૂપિયા

LICની બેસ્ટ પોલિસી! પ્રતિદિવસ માત્ર 9 રૂપિયા ખર્ચો અને મળવો 4.45 લાખ રૂપિયા

0
1265

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LICની નવી સ્કીમ ખુબ જ ખાસ છે. આમાંથી એક સ્કીમ ન્યૂ જીવન આનંદ પોલીસી છે. એક્સપર્ટ્સ જણાવે છે કે, આમાં પોલિસીધારકને ડબલ ફાયદો મળી શકે છે. એક તો આમાં પૈસા લગાવવાથી ટેક્સ બચે છે, બીજો ફાયદો પોલિસી રિસ્ક કવર જીવનભરનો રહે છે. જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસી અવધિ ખત્મ થયા બાદ થાય છે, તો ફણ તેને મૃત્યુ લાભની ચૂકવણી કરવામાં આવે છે.

આવી રીતે મળશે પોલિસી પર બે ફાયદાઓ- માની લો કોઈ પોલિસી ધારક 18 વર્ષની ઉંમરમાં આ પોલિસી સાથે જોડાય છે અને 1 લાખ સમ એશ્યોર્ડ માટે 35 વર્ષનો પ્લાન લે છે. એવામાં તેનો વાર્ષિક પ્રીમિયમ 1,07,645 રૂપિયા થશે. તેમને આ રકમ 35 હપ્તાઓમાં જમા કરાવવાની રહેશે. મેચ્યોરિટી પર પોલિસી ધારકને 4.46 લાખ રૂપિયા મળશે.

1. કોણ લઈ શકે છે પોલિસી- ન્યૂ જીવન આનંદ પોલિસીને 18થી 50 વર્ષની ઉંમર સુધીના લોકો લઈ શકે છે. આ પોલિસી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે.

2. મિનિમમ વીમા રકમ- આ પોલિસી હેઠળ ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીની વીમા રકમ લેવી જરૂરી છે અને આની મેક્સિમ વીમા રકમને લઈને કોઈ જ સીમા નથી. તમારે જેટલી લેવી હોય તેટલી લઈ શકો છો.

3. પોલીસીની અવધિ- આ પોલિસીની અવધિ 15થી 35 વર્ષ છે. ન્યૂ જીવન આનંદ પોલિસીને તમે ઓફલાઈન સાથે ઓનલાઈન પણ ખરીદી શકો છો.

4. પ્રીમિયમની ચૂકવણી- પોલિસી માટે વાર્ષિક, છમાહી, તિમાહી અને માસિક આધાર પર પ્રીમિયમની ચૂકવણી કરી શકાય છે. આની ખાસ વાત તે છે કે, આ પોલિસીને ખરીદ્યા પછી તમે તમારી પોલીસીથી લોન લઈ શકો છો.

5. મેચ્યોરિટી પર મળશે આટલો લાભ- વીમા રકમ સાથે સિમ્પલ રિવર્સનરી બોનસ અને ફાઈનલ એડિશનલ બોનસ

6. પોલીસી વચ્ચે મૃત્યુ થવા પર- જો પોલિસી ધારકનું મોત થઈ જાય છે તો નોમિનીને જે વીમા રાશિ આપવામાં આવશે તે વીમા રકમ 125 ટકા હશે. આ સાથે જ બોનસ અને અંતિમ બોનસ પણ મળશે.

7. ટેક્સમાં ફાયદો- ઈન્કમ ટેક્સ નિયમ કમલ 80C હેઠળ પ્રીમિયમ ચૂકવણી કરવા પર ટેક્સ બેનિફિટ પણ મળે છે.

મોદી સરકાર આપી રહી છે 59 મીનિટમાં 5 કરોડ સુધી લોન, આવી રીતે કરો એપ્લાય