Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > TRB જવાનો પાસેથી સુરત પોલીસનું ત્રણ કરોડનું ઉઘરાણું? નવા નિયમોથી રોષ

TRB જવાનો પાસેથી સુરત પોલીસનું ત્રણ કરોડનું ઉઘરાણું? નવા નિયમોથી રોષ

0
110
  • ટ્રાફિક પોલીસના જવાનોને 20,000 રૂપિયા જમા કરાવવા આદેશ
  • નવા નિયમોના લીધે ટ્રાફિક પોલીસની કામગીરીમાં સુધારો થવાનો દાવો
  • ટ્રાફિક જવાનોએ 20,000 એકસાથે નહી ટુકડે-ટુકડે જમા કરાવવાના છે

સુરતઃ સુરત શહેરના ટ્રાફિક જવાનો(Traffic)માં દરેક જવાને 20,000 રૂપિયા જમા કરાવવાના પોલીસ કમિશ્નર (Police commissioner) અને ટ્રાફિક વિભાગ (Traffic department)ના વિવાદાસ્પદ નિર્ણયના કારણે નારાજગી ફેલાઈ છે. ફક્ત એટલું જ નહી આ રકમ જમા કરાવવા સાથે તેની સાથે જ જો કોઈ ટ્રાફિક બ્રિગેડ જવાન ગેરહાજર રહેશે તો તેમનું એક દિવસનું માનદ વેતન તો કાપવામાં આવશે, પરંતુ સાથે જ વધારાના 100 રૂપિયા પણ કાપી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ: નશા માટે કફ સીરપનો ઉપયોગ!, 4900 બોટલ સાથે બેની ધરપકડ

ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે વર્ષ 2005માં ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરત શહેરમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટમાં ટ્રાફિક બ્રિગેડ જવાનો ભરતી કરવામાં આવ્યા હતા. આ એક માનદ સેવા છે, જેમાં જવાનોને મહેનતાણું શરૂઆતમાં ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું હતું, જોકે ત્યાર બાદ સરકાર તરફથી વેતન આપવામાં આવે છે. હાલ સરકાર તરફથી ટ્રાફિક બ્રિગેડના જવાનને 300 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવે છે. સુરતમાં 1,600 જવાનોનું મહેકમ છે, તેની સામે 1,490 જવાનો ફરજ બજાવે છે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવીન કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરાયું

સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરની મંજૂરી થી ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબે દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે, આ પરિપત્રને પગલે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા જવાનોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો છે. જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે અંગે ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેનું કહેવું છે કે લોકોની રજૂઆત અને ફરિયાદો બાદ ટ્રાફિક બ્રિગેડ માટે જરૂરી નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે, જેનો ફાયદો સુરતની જનતાને થશે, સાથે જ ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરીમાં સુધારો આવશે. જ્યાં સુધી વાત 20000 રૂપિયા ડિપોઝિટ કરવાના છે, તો તે એક સાથે નહીં પરતું તેઓ ટુકડે ટુકડે ભરી શકશે.

આ પણ વાંચોઃ દાહોદ: એક જ પરિવારના 5 સભ્યોના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચાર

આ રૂપિયાનો ખર્ચ તેમની તાલીમ, વેલ્ફેર અને યુનિફોર્મ વગેરે માટે કરવામાં આવશે. નવા નિયમોની જાહેરાત થતાં ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં નારાજગી જોવા મળી છે, કેટલાક ટ્રાફિક જવાનોએ નામ ન આપવાની શરતે ગુજરાત એક્સ્લુઝીવને જણાવ્યું હતું કે અમે ગરીબ અને માધ્યમ પરિવારમાંથી આવીએ છીએ, તેવામાં 20,000 રૂપિયા લાવવા ક્યાંથી, ભલે ટુકડે ટુકડે પણ જ્યારે આ માનદ સેવા હોય તો પછી શા માટે આવા રૂપિયા લેવામાં આવવા જોઈએ, ટ્રાફિક પોઈન્ટ પર કામ કરતી વખતે કોઈ ભૂલ થઇ જાય અને ઉપરી અધિકારીને ફરિયાદ કરવામાં આવે તો અમને સીધી જ સજા કરવામાં આવે છે, જેમાં પગાર કાપવાથી માંડી નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે, અમારી રજૂઆત કોઈ પણ સાંભળતું નથી.

આ પણ વાંચોઃ રાજ્ય ચૂંટણી પંચે સીમાંકન અને બેઠક ફાળવણી અંગેના આદેશ જારી કર્યાં

નવા નિયમમાં જો અમે ગેરહાજર રહી એ તો એક દિવસનું માનદ વેતન તો કાપવામાં આવશે, પરતું સાથે વધારાના 100 રૂપિયા પણ કાપી લેવાશે. જેની સીધી અસર અમારી આર્થિક સ્થિતિ પર થશે, જોકે પગાર ઓછો આવશે તો ડિપોઝીટનાં રૂપિયા કેવી રીતે ભરીશું તે સીધો સવાલ છે. એક મહિનામાં ફરજીયાત ચાર દિવસનો ઓફ હોય છે, આમ 300 લેખે 26 દિવસનો જ પગાર મળે છે. ટ્રાફિક બ્રિગેડનો પગાર હાલ સરકાર કરી રહી છે, યુનિફોર્મનો ખર્ચ પણ સરકાર ચૂકવે છે, સાથે જ ટ્રેનિંગ પણ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવે છે તો પછી શા માટે ગરીબ અને મધ્યમવર્ગના જવાનો પાસેથી ત્રણ કરોડ રૂપિયા ઉઘરાવામાં આવશે, તે સૌથી મોટો સવાલ છે.