Gujarat Exclusive > દેશ-વિદેશ > CISFના જવાનોએ આપવી પડશે સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગત, નહીં તો થશે કાર્યવાહી

CISFના જવાનોએ આપવી પડશે સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગત, નહીં તો થશે કાર્યવાહી

0
38
  • CISFના જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે નવી ગાઈડલાઈન

  • FB, ટ્વીટર, ઈન્સ્ટા સહિતના એકાઉન્ટના યુઝર આઈડી આપવાના રહેશે

  • CISFના કર્મચારીઓ ફેક આઈડી નહીં બનાવી શકે

નવી દિલ્હી: સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા પોતાના લગભગ 1.62 લાખ જવાનોને સોશિયલ મીડિયાના (Social Media) ઉપયોગ સંદર્ભે કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત જવાનોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી આપવાની રહેશે.

31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી (Social Media Platforms) રાષ્ટ્રીય સુરક્ષા સમક્ષ ઉભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને આ બે પેજના દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

CISF હાલ દેશના 63 એરપોર્ટ્સ ઉપરાંત વિવિધ સરકારી મંત્રાલયો અને ભવનોની સુરક્ષા કરે છે. CISFના ધ્યાનમાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ જવાનો રાષ્ટ્ર વિશે સંવેદનશીલ સૂચનાઓ શેર કરવા અને સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે કરી રહ્યાં છે. આથી આ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગાઢ મિત્ર અમર સિંહ અને અમિતાભ બચ્ચન એકબીજાના દુશ્મન કેમ બન્યા?

નવી ગાઈડલાઈન પ્રમાણે, CISFના કર્મચારીઓએ પોતાના દ્વારા ઉપયોગમાં લેવાતા ટ્વીટર (Twitter), ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram) અને યુ-ટ્યૂબ (YouTube) સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝર આઈડીની જાણકારી વિભાગને આપવી પડશે.

જો યુઝર આઈડીમાં કોઈ ફેરફાર કરે અથવા તો નવું એકાઉન્ટ બનાવે, તો આ વી સ્થિતિમાં આ અંગેની જાણકારી પણ વિભાગને કરવાની જરૂરી રહેશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની ફરિયાદો રજૂ કરવા માટે નહીં કરવામાં આવે.

CISFના જવાનો કોઈ ફેક નામે યુઝર આઈડી બનાવીને તેનો ઉપયોગ નહીં કરી શકે. તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોદ સરકારની નીતિઓની કોઈ પણ પ્રકારની આલોચના કરવા માટે નહી કરી શકે.

જણાવી દઈએ કે, CISFમાં સોશિયલ મીડિયના ઉપયોગની નીતિ સૌ પ્રથમ 2016માં લાવવામાં આવી હતી. જેમાં 2019માં સંશોધન કરવામાં આવ્યું હતું.