Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી માટે GTU દ્વારા રચાઇ 11 સભ્યોની સમિતિ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી માટે GTU દ્વારા રચાઇ 11 સભ્યોની સમિતિ

0
67
  • GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના 
  • સમિતિમાં સચિવ પદે ડૉ. કૌશલ ભટ્ટની વરણી કરવામાં આવી
  • વિવિધતામાં એકતાને ચરીતાર્થ કરવા ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાની માન્યતા

અમદાવાદ : તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New National Education Policy) ના અધ્યક્ષ કે. કસ્તુરીરંગનના વડપણ હેઠળ દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી છે. જેના ઉપલક્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા નવી શિક્ષણ નીતિની અમલવારી કરવા અને તેમાં દર્શાવેલા પરિવર્તનને ટેક્નિકલ એજ્યુકેશનમાં પણ લાગુ કરવાના ભાગરૂપે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને 11 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સચિવ પદે ડૉ. કૌશલ ભટ્ટની વરણી કરવામાં આવી છે.

11 સભ્યોની સમિતિમાં હાયર એજ્યુકેશન સિસ્ટમ, સર્વાંગી અને મલ્ટીડિસીપ્લીનરી એજ્યુકેશન, ઓપ્ટીમલ લર્નિંગ એન્વાયર્મેન્ટ એન્ડ સપોર્ટ ફોર સ્ટુડન્ટ, તેજસ્વી વિષય તજજ્ઞો, વોકેશનલ એજ્યુકેશન, ટ્રાન્સફોર્મીંગ ધ રેગ્યુલેટરી સિસ્ટમ તથા નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન માટે ક્વોલિટી એકેડમિક રીસર્ચ સંબધિત વિવિધ મુદ્દાઓને સાંકળીને સમિતિમાં સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

જેમાં ડૉ. રાજેશ પરીખ, ડૉ. પંકજરાય પટેલ , ડૉ. શૈલેષ પંચાલ, ડૉ. સંજય ચૌહાણ, ડૉ. ડી.એમ. પટેલ, ડૉ. ગૌતમ મકવાણા, ડૉ. એસ. કે. હડિયા, ડૉ. કોમલ બોરીસાગર, ડૉ. કશ્યપ ઠુમ્મર અને ડૉ. સારીકા શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. આ સમિતિ સહિત જીટીયુના શિક્ષણવિદો આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી શિક્ષણ નીતિની યુનિવર્સિટીમાં અમલવારી માટે કાર્યરત રહેશે.

આ પણ વાંચોઃ લડાખ સરહદી વિવાદ, સરહદ પર તનાવ ઘટાડવાની જવાબદારી ભારતની છેઃ ચીન 

(New National Education Policy)

અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ પણ દેશના આર્થિક, સામાજીક કે પછી સાંસ્કૃતિક વિકાસના મૂળમાં જે-તે દેશની શિક્ષણ નીતિનું યોગદાન  ખૂબ જ મહત્વ ધરાવે છે.  ભારત એ જુદી-જુદી સંસ્કૃતિ અને ભાષાઓનો સમન્વય ધરાવતો દેશ છે.  વિવિધતામાં એકતાને ચરીતાર્થ કરવા માટે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ (New National Education Policy) ને અમલમાં મૂકવાની માન્યતા આપવામાં આવી છે. જેનાથી દેશની આગામી પેઢીનો પુસ્તકીયા જ્ઞાનને બદલે સર્વાંગી વિકાસ થશે. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ગુરૂકૂળ પધ્ધતિથી લઈને આજની આધુનિક શિક્ષણ નીતિમાં સતત બદલાવ જોવા મળ્યાં છે.

આઝાદી પછી વર્ષ- 1968 , 1986/92  અને આ વર્ષે 2020માં નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા લિલિ ઝંડી મળતાં આગામી ટૂંકાગાળામાં હાલની શિક્ષણ પધ્ધતિ તદ્દન નવા સ્વરૂપમાં જોવા મળશે. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારે સમીક્ષા કરવામાં આવી છે. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ કે. કસ્તુરીરંગનની વડપણ હેઠળ સમીક્ષા સમીતી દ્વારા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં લાવવા માટે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત યોગ્ય પગલાં ભરવામાં આવ્યા છે.

(New National Education Policy)

નવી શિક્ષણ નીતિ (New National Education Policy) ના ડ્રાફ્ટ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા દેશના શિક્ષણવિદો અને આમ જનતા પાસેથી પણ તેઓના મંતવ્ય મંગાવીને તેના પર સંપૂર્ણપણે ચર્ચા-વિચારણા કરીને નવી શિક્ષણ નીતિ (New National Education Policy) નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દેશભરમાંથી અલગ અલગ રાજ્યોના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અનેક  તજજ્ઞો દ્વારા અંદાજીત 2.25 લાખ મંતવ્યો માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને મળ્યા હતા.

નવી શિક્ષણ નીતિ 2020 એ આગામી પેઢીના ઉન્નત ભવિષ્ય માટેની‌ નવી શરૂઆત છે. દેશમાં બાળ વિકાસ થી લઈને ઉચ્ચતર શિક્ષણ અને રિસર્ચ સુધીના અભ્યાસક્રમો માટે આ શિક્ષણ નીતિથી આમૂલ પરિવર્તન આવશે. નવી શિક્ષણ નીતિમાં માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ISROની તૈયારી, હવે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં 5 નહીં પરંતુ 4 જ એન્જીન હશે