Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘સેક્રેડ ગેમ્સ-2’માં રણવીરની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, જાણો અન્ય પાત્રો વિશે

‘સેક્રેડ ગેમ્સ-2’માં રણવીરની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, જાણો અન્ય પાત્રો વિશે

0
293

નેટફ્લિક્સ પર 15 ઓગષ્ટના દિવસે ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સિરીઝ શુરૂ થવાની છે. પહેલી સિરીઝને લોકોએ ખૂબ પ્રસંશ કરી હતી. ત્યારે હવે તેની બીજી સિજન રિલીઝ થવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા તેના ટ્રેલરને પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં બતાવ્યું કે, આ ક્રાઈમ વેબ સિરીઝમાં કેટલાક નવા એક્ટર્સ પણ જોડાયા છે. ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીજનમાં રણવીર શૌરી અને કલ્કિ કોચલિન પણ જોવા મળેશે. નેટફ્લિક્સે ‘સેક્રેડ ગેમ્સ-2’ના સ્ટારની તસવીરો શેર કરી છે. તસવીરોમાં એક્ટર્સના 70’sના લુક જોવા મળી રહ્યો છે. તસવીરોની સાથે તેમના કેરેક્ટર વિશે પણ થોડી માહિતી મેળવી લો.

જતિન સરના: જતિન સિરીઝમાં બંટી નામના ગૈગસ્ટરનુ પાત્ર ભજવી રહ્યો છે. પહેલા પાર્ટમાં બંટી ગાયતોન્ડેના વફાદર હતો ત્યાર બાદ તેને દગો આપી દે છે.

રણવીર શૌરી: ‘સેક્રેડ ગેમ્સ-2’માં રણવીરની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. તેમણે જણાવ્યું કે, અનુરાગની સાથે તે પ્રથમ વાર કામ કરી રહ્યો છે. જે શાનદાર અનુભવ રહ્યો છે.

સુપવીન ચાવલા: સુરવીન જોજો નામની યુવતીનો રોલ પ્લે કરી રહી છે. પહેલી સીઝનની શુરૂઆતના એપિસોડમાં જોજોની હત્યા થઈ જાય છે. બીજી સીઝનમાં તેની હત્યાનો પર્દો ઉઠશે.

કલ્કિ કોચલિન: કલ્કિ પ્રથમ સીઝનમાં નથી અને આ સીઝનમાં તેનો રોલ શુ છે તે બાદ જાણવા મળશે.

સૈફ અલી ખાન: આ ક્રાઈમ સિરીઝમાં સૈફ અલી ખાન સરતાજ સિંહના નામના એક પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યા છે.

પંકજ ત્રિપાઠી: ‘સેક્રેડ ગેમ્સ-1’માં પંકજ ત્રિપાઠી નજરતો આવે છે પરંતુ તેના ઓછા સીન જોવા મળે છે. પંકજ ગુરૂજી નામના કિરદારમાં છે. બીજી સીજનમાં પંકજ ત્રિપાઠી ફુલફ્લેજ્ડ તરીકે જોવા મળશે.

નવાજુદ્દીન સિદ્દીકી: નવાજ આ સિરીઝમાં મુખ્ય રોલ ભજવી રહ્યા છે. આ કહાની દ્વારા ભજવવામાં આવતા ગણેશ ગાયતોન્ડે નામના પાત્રની આજુ-બાજુ બનેલી છે.

આ બૉલીવુડ અભિનેત્રીને 6 મહિનાની સજા ફટકારાઈ, જાણો કારણ