Gujarat Exclusive > દેશ-વિદેશ > અગસ્ટા વેસ્ટલેન્ડ: ED કાર્યાલયમાંથી ઓફિસરોને છેતરીને ભાગ્યો કમલનાથનો ભાણીયો, કોર્ટે આપી રાહત

અગસ્ટા વેસ્ટલેન્ડ: ED કાર્યાલયમાંથી ઓફિસરોને છેતરીને ભાગ્યો કમલનાથનો ભાણીયો, કોર્ટે આપી રાહત

0
274

અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરીને શનિવારે કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે સોમવારે બપોરે 2 વાગ્યા સુધીમાં ધરપકડ પર રોક લગાવી દીધી છે. જિલ્લા અદાલતે સોમવારે આ મામલા સૂચિબદ્ધ કરી લીધુ છે. પરંતુ કોર્ટે રતુલ પુરીને દિલ્હી સ્થિત ED ઓફિસમાં પૂછપરછ કરવા માટે પહોંચવા આદેશ આપ્યો હતો.

આ પહેલા પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ધરપકડ વખતે પુરી અધિકારીઓને છેતરીને ફરાર થઈ ગયો હતો. EDએ રાતુલને અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં પૂછપરછ કરવા માટે બોલાવ્યો હતો,ત્યાર બાદ તે ED ઓફિસમાં પણ પહોંચ્યો હતો બાદમાં અધિકારીઓએ તેને થોડી વાર માટે રોકી રાખ્યો હતો. પરંતુ રતુલ પુરી ત્યાથી બાથરૂમ જવાના બહાને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ અધિકારીઓ રતુલ પુરીની રાહ જોતા રહ્યા પરંતુ તે આવ્યો નહતો. બાદમાં રતુલ પુરી તરફથી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા અને આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી.તેમણે કહ્યું કે, રતુલ પુરીને આગોતરા જામીન આપવા જોઈએ. કારણ કે, તેમને કાયદાકીય પ્રક્રીયામાં કોઈ તકલીફ ના પડે અને તપાસ કર્તાઓ સાથે સહયોગ કર્યો છે.

જણાવી દઈએ કે, ભારતીય વાયુસેના માટે 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી માટે એગ્લો-ઈતાલવી કંપની અગસ્તા-વેસ્ટલેન્ડ સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર વર્ષ 2010માં 3,600 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો હતો. પરંતુ જાન્યૂઆરી 2014માં આ ભારત સરકારે તેને રદ કરી નાખ્યું હતું. આરોપ છે કે, કરારમાં 360 કરોડ રૂપિયાનું કમીશન આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે રતુલ પુરીનું પણ નામ આવ્યું હતું. જોકે, મામલામાં આરોપીના સરકારી સાક્ષી બનેલા રાજીવ સક્સેનાની પૂછપરછમાં રતુલ પુરીનું નામ છુપાવ્યું હતું.

અનિલ અંબાણીની વધુ એક કંપની કંગાળ થવાની અણી પર, ₹ 9 હજાર કરોડ ચૂકવવાના બાકી