Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોરોના સંકટ વચ્ચે આજે 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે NEETની એક્ઝામ

કોરોના સંકટ વચ્ચે આજે 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે NEETની એક્ઝામ

0
36

નવી દિલ્હી: કોરોના (Corona Pandemic) કાળમાં રવિવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET)નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની આ ખૂબ જ અગત્યની એક્ઝામ છે. અનેક રાજ્ય સરકારોએ પરક્ષા આપવા જતા ઉમેદવારોની સુવિધા ખાતર ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી છે.

આ પરીક્ષાને લઈને વિપક્ષી પાર્ટીઓ સતત સરકારની આલોચના કરી રહી હતી. વિપક્ષની માંગ હતી કે, કોરોના સંકટ સમયે પરીક્ષાને ટાળવામાં આવે. જો કે કેન્દ્ર સરકારે તેમની કોઈ વાત માનવાનો ઈન્કાર કર્યો હતો. કેટલીક વિપક્ષી પાર્ટીઓ અને રાજ્ય સરકારો પરીક્ષાને સ્થગિત કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ આવી, પરંતુ ત્યાં પણ તેમને નિરાશા સાંપડી હતી.

આ પણ વાંચો: આજથી 7 દિવસ બાદ સ્કૂલો થશે શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો શરતો

15.97 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન, જાણો NEETની કેટલીક ખાસ વાતો

→ JEE મેઈન એક્ઝામ આયોજિત કર્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આજે દેશભરમાં NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા કુલ 15.97 લાખ વિદ્યાર્થીઓએ NEET માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

→ જેઈઈ (JEE Main)ની એક્ઝામ ઓનલાઈન લેવાઈ હતી. જ્યારે NEETની પરીક્ષા પેન અને પેપરની મારફતે કરાવવામાં આવી રહી છે. મહામારીના પગલે NEETની પરીક્ષાના આયોજન માટે NTA દ્વારા પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા વધારી દેવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન થઈ શકે.

→ NTA તરફથી પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 2546થી વધારીને 3843 કરી દેવામાં આવી છે. આથી હવે દરેક રૂમમાં 24 વિદ્યાર્થીઓની જગ્યાએ માત્ર 12 લોકો જ બેસશે.

→ પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા માટે વિદ્યાર્થીઓને અલગ-અલગ સમય આપવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં સેનેટાઈઝર અને ફેસ માસ્ક પણ આપવામાં આવશે..

→ આ પરીક્ષાને જોતા અનેક રાજ્યોએ પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી છે. માત્ર કોરોનાના લક્ષણ ના ધરાવતા હોય તેવા સ્ટાફ અને પરીક્ષાર્થીઓને જ એક્ઝામ સેન્ટરમાં જવાની મંજૂરી આપવામાં આવશે.

→ જો કોઈનામાં કોરોનાના લક્ષણો જણાશે, તો તેમને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને સ્વસ્થ થયા બાદ તેમની પરીક્ષા કરાવવામાં આવશે.

→ નીટ-2020 માટે જાહેર કરવામાં આવેલા એડમિટ કાર્ડ પર કોરોનાથી બચવા સબંધી જરૂરી સૂચનો આપવામાં આવ્યાં છે. જેનું પરીક્ષાર્થીઓ દ્વારા પાલન કરવાનું રહેશે.

→ આજની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોને એક્ઝામ હૉલમાં માત્ર ટ્રાન્સપરન પાણીની બોટલ લઈ જવાની જ મંજૂરી છે. માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવું બધા માટે ફરજિયાત છે.

→ કોવિડ સંકટના કારણે પરીક્ષા કેન્દ્રો પર ચેકિંગ અને સેનિટાઈઝેશનમાં વધારે સમય લાગી શકે છે. આથી વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલા એક્ઝામ સેન્ટર પર પહોંચી જાય.