Gujarat Exclusive > દેશ-વિદેશ > પૂર,ભૂકંપ જેવી કુદરતી આફતો સામે સૌથી મોટો રક્ષક NDRF, આ રીતે કરે છે લોકોની મદદ

પૂર,ભૂકંપ જેવી કુદરતી આફતો સામે સૌથી મોટો રક્ષક NDRF, આ રીતે કરે છે લોકોની મદદ

0
368

દેશની કોઇ પણ આફતમાં સૌથી પહેલા પહોચનારી નેશનલ ડિજાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)એ અસમ,બિહારથી લઇને મહારાષ્ટ્ર સુધી એક વખત ફરી મોરચો સંભાળી લીધો છે. મહારાષ્ટ્રમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનમાં હજારથી વધુ મુસાફર ફસાયેલા હતા. NDRFએ તુરંત એક્શન લેતા તમામ યાત્રીઓને બહાર કાઢી લીધા છે. મુંબઇ-કોલ્હાપુર ટ્રેનના હજારો ગભરાયેલા, ભૂખ્યા-તરસ્યા મુસાફરોએ મોબાઇલથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મદદ માટે અપીલ કરી હતી.

અસમ-બિહારના પૂરમાં પણ NDRFની ટીમ કામ કરી રહી છે, લોકોને સુરક્ષિત જગ્યાએ પહોચાડવા અને રાહત-બચાવનું કામ આ ટીમ જ જોવે છે. એવામાં આવો જાણીએ કે આ અદભૂત ટીમ વિશે કેટલીક ખાસ વાતો.

2006માં થઇ હતી NDRFની રચના

NDRFની રચના 2006માં કરવામાં આવી હતી. NDRFની 12 બટાલિયનમાં દર એકમાં 1,149 કર્મી છે અને તમામ પ્રકારની આફત સામે લડવામાં સૌથી આગળ છે.દરેક બટાલિયનમાં 45 જવાન સહિત 18 સ્પેશ્યાલિસ્ટની ટીમ છે. ફોર્સ પાસે કેટલીક આફત સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડના 310 રીતના ઇંસ્ટ્રૂમેંટ્સ છે.આંકડા અનુસાર, પોતાની સ્થાપનાને લઇને ગત વર્ષે જૂન સુધી NDRFએ 2,095 અભિયાન ચલાવ્યા છે, જેમાં આફતમાં ઘેરાયેલા 1,14,492 લોકોના જીવ બચાવ્યા છે.

જાગરૂત કાર્યક્રમોમાં પણ આગળ છે NDRF

NDRF અત્યાર સુધી હજારો સામુદાયિક જાગરૂતી કાર્યક્રમ ચલાવી ચુકી છે, જેનાથી લાખો લોકોને ફાયદો પહોચ્યો છે. ગત વર્ષે જૂન સુધી આ આંકડો 51,75,537 હતો. સ્કૂલ સુરક્ષા કાર્યક્રમ હેઠળ 1524 કાર્યક્રમ કરવામાં આવ્યા, જેમાં 6,44,225 વિદ્યાર્થીઓને આફતની સ્થિતિમાં તેનાથી લડવાના પાઠ ભણાવ્યા હતા.

વિદેશમાં પણ ઓપરેશન ચલાવી ચુક્યુ છે NDRF

વર્ષ 2011માં જાપાન સુનામીના સમયે NDRFની ટીમ ત્યા પહોચી હતી, જેની લોકલ ઓથોરિટી, મીડિયા અને લોકોએ પ્રશંસા કરી હતી. 2015માં નેપાળ ભૂકંપ સમયે પણ NDRFની ટીમે સહયોગ કર્યો હતો. ટીમે 11 ઘાયલોને બહાર કાઢ્યા હતા સાથે જ 133 મૃતદેહને પણ બહાર કાઢ્યા હતા.

મુંબઈ વરસાદ: રેલવે ટ્રેક પાણીમાં ડૂબતા 2000 મુસાફરો ટ્રેનમાં ફસાયા, એરફોર્સની લેવાઈ મદદ