Gujarat Exclusive > રાજનીતિ > શું કંગના સાથે વિવાદ શિવસેનાને ભારે પડ્યો? શરદ પવાર CM ઉદ્ધવ ઠાકરેને મળ્યાં

શું કંગના સાથે વિવાદ શિવસેનાને ભારે પડ્યો? શરદ પવાર CM ઉદ્ધવ ઠાકરેને મળ્યાં

0
104

મુંબઈ: બૉલિવૂડ એક્ટર કંગના રનૌત (Kangana Ranaut)ને ટાર્ગેટ કરીને BMC દ્વારા ઉઠાવવામાં આવેલા ડિમોલિશનના પગલાએ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં મતભેદ વધારી દીધા છે. શિવસેના તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહીને સહયોગી પાર્ટી NCPના સુપ્રીમો શરદ પવારે નારાજગી વ્યક્ત કરી છે.

નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવારે આ મામલે બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે તેમના સરકારી આવાસમાં મુલાકાત લીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આ બેઠકમાં કંગના પર કહેવામાં આવ્યું છે કે, ડિમોલિશનની કાર્યવાહી BMC તરફથી કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર સરકારને કોઈ લેવાદેવા નથી. આથી આ બાબતને વધારે મહત્વ ના આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, BMC દ્વારા ડિમોલિશનની કાર્યવાહી બાદ શિવસેના પર માછલા ધોવાઈ રહ્યાં છે.

આ પણ વાંચો: ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનના ટ્રાયલ પર રોક બાદ ભારતીય કંપનીને નોટિસ

અગાઉ શરદ પવારે કહ્યું હતું કે, બૃહદ મુંબઈ મ્યુન્સિપલ કોર્પોરેશન (BMC)એ આ મુદ્દે ઓવરરિએક્ટ કર્યું છે. કંગનાનું નામ લીધા વિના શરદ પવારે કહ્યું કે, BMCએ પોતાની ડિમૉલિશન ડ્રાઈવના મુદ્દે બિનજરૂરી પબ્લિસિટી આપી રહી છે.

NCP ચીફે મીડિયા કવરેજ પર પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મીડિયા આ તમામ બાબતોને વધારીને રજૂ કરી છે. આપણે આવી બાબતોને નજર અંદાજ કરવી જોઈએ. BMCએ નિયમો મુજબ જ કામ કર્યું છે, પરંતુ ડિમોલિશન ડ્રાઈવના ટાઈમિંગના કારણે લોકો વચ્ચે ખોટો સંદેશ પહોંચ્યો છે.

મુંબઈમાં ગેરકાયદેસર બાંધકામ કરવું કોઈ નવી બાબત નથી, પરંતુ હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે એક્શન લેવાથી સવાલ ઉભા થઈ રહ્યાં છે.

પવારે વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને મુંબઈના લોકોને રાજ્ય અને શહેરની પોલીસના કામ સંદર્ભે વર્ષોનો અનુભવ છે. તેઓ પોલીસના કામને બખૂબી જાણે છે. આથી આપણે તેમના પ્રત્યે કરવામાં આવેલી ટિપ્પ્ણીઓ પર ધ્યાન આપવાની કોઈ જરૂરત જ નથી.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એ પણ કહ્યું કે, આ સપ્તાહની શરૂઆતમાં પોતાને મળેલી ધમકીઓને તેઓ ગંભીરતાથી નથી લઈ રહ્યાં . તાજેતરમાં મળેલી ધમકી વિશે પૂછવામાં આવતા પવારે જણાવ્યું કે, મને હાલમાં જ ધમકી ભરેલા કૉલનું રેકોર્ડ આપવામાં આવ્યું છે. અગાઉ પણ મને આવા ધમકીભર્યા ફોન કૉલ આવ્યા જ છે? હું તેને ગંભીરતાથી નથી લેતો.

જણાવી દઈએ કે, કંગના રનૌત તાજેતરમાં તે સમયે વિવાદોમાં સપડાઈ ગઈ, જ્યારે તેણે મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી. આ સાથે જ અભિનેત્રીએ મુંબઈ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.